હિન્દીફિલ્મ જગતમાં લાંબા લગ્નો ટકવા એક નોંધનીય વાત ગણાય છે. જોકે એવા ઘણી દંપતી છે જેમને જોઈ ચાહકો પણ ખુશ થઈ જાય છે. આવી જ એક જોડી છે ધર્મેન્દ્ર અને હેમામાલિનીની. આ બંન્ને પોતાપોતાના જમાનાના ખૂબ જ લોકપ્રિય સ્ટારે એક સાથે 43 વર્ષની સફર ખેડી છે. સ્વાભાવિક રીતે સંબંધો સાચવવામાં અને તેની સાથે સંતાનો અને કારકિર્દીને સાચવવામાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. પણ જ્યાં પ્રેમ હોય ત્યાં બધુ જ શક્ય બને છે. ત્યારે હેમા માલિનીએ એક ઇન્ટરવ્યૂમાં તેના લગ્ન વિશે મોટો ખુલાસો કર્યો હતો.
અભિનેત્રી હેમા માલિનીએ હાલમાં જ પતિ ધર્મેન્દ્ર સાથેના લગ્નજીવનના 43 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દંપતીએ 2 મે, 1980ના રોજ લગ્ન કર્યા હતા. તેમની 43મી વર્ષગાંઠ નિમિતે ડ્રીમ ગર્લએ ટ્વિટર પર ફોટા અને પોસ્ટ શેર કરી. તેણીએ દરેક વ્યક્તિનો આભાર માન્યો જેમણે તેમના ખાસ દિવસે તેમને શુભેચ્છાઓ આપી હતી.
ભૂતપૂર્વ સુપરસ્ટાર ધરમેન્દ્ર સાથેના લગ્ન વિશે બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા હેમા માલિનીએ કહ્યું, “પ્રેમ એક એવી વસ્તુ છે – તમે કોઈની સાથે જોડાઈ જાઓ છો, તમને કોઈ ગમે છે, અને તે ચાલુ રહે છે. તેમજ પરંપરાગત હોવું એક એવી વસ્તુ છે જે મને લાગે છે કે, તે મારા માટે ન હતું અને તેથી હું આ બધું કરવામાં સક્ષમ છું”.
આ સાથે હેમા માલિનીએ કહ્યું હતું કે, જો મારા લગ્ન પરંપરાગત હોત, તો મને લાગે છે કે હું કંઈ જ ન હોત. આજે હું એ બધું કરી રહ્યી છું – ફિલ્મો, ડાન્સ, વાતચીત માટે સ્થળોએ જવું, રાજકારણમાં હોવું – આ બધું કેવી રીતે થશે જો તે પરંપરાગત જીવન હતું (પરંપરાગત જીવનમાં આ બધું થતું નથી).
હેમાએ કહ્યું હતું કે, હું ધર્મેન્દ્ર તરફ એટલે આકર્ષાઈ હતી કારણ કે તે મારી માતાની જેમ શાંત અને મજબૂત છે. 1979માં ધર્મેન્દ્ર અને હેમાએ લગ્ન કરી લીધા અને આજે તેમને બે પુત્રીઓ છે – ઇશા દેઓલ અને અહના દેઓલ.