સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન અભિનિત ફિલ્મ ‘આદિપુરૂષ’નું ટ્રેલર ગઇકાલે 9 મે મંગળવારે રિલીઝ થયું ગયું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ-અલગ પ્રકારીન પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાંચો આ અહેવાલમાં કે દર્શકોનો આ ફિલ્મના ટ્રેલરને લઇને કેવો પ્રતિસાદ અને મંતવ્ય છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે આદિપુરૂષનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે ખુબ હંગામો થયો હતો. જેને પગલે જો તમે ટીઝર અને ટ્રેલર જોયું હશે તો તમને અંતર દેખાશે. આપને જણાવી દઇએ કે, આદિપુરૂષનું ટ્રેલર જોયા પછી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, ફિલ્મમાં VFX પર જોરદાર કાટામ થયું છે. સાથે જ સૈફ અલી ખાન જે ફિલ્મમાં રાવણની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેનો સ્ક્રીન ટાઇમ પણ ઓછો કરી દેવામાં આવ્યો છે કારણ કે ટીઝર રિલીઝ સમયે તેને લઇને ખુબ વિવાદ સર્જાયો હતો.
હવે વાત કરીએ આદિપુરૂષના ટ્રેલરને લઇને દર્શકોનો કેવો પ્રતિસાદ છે. તો ફિલ્મનું ટ્રેલર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે. દર્શકો ટ્રેલર જોયા બાદ આ ફિલ્મને બ્લોકબસ્ટર ફિલ્મ બતાવી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામ, ક્રિતિ સેનન માતા સીતા અને સૈફ અલી ખાન રાવણની ભૂમિકા નિભાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક યૂઝર્સે ટ્રેલરની પ્રશંસા કરતા લખ્યું કે, અદભૂત ટ્રેલર, સંવાદ શાનદાર, ટ્રેલરમાં ટીઝર કરતા સારું VFX છે. અન્ય એક યૂઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, મોટા પડદા પર નેકસ્ટ લેવનું અનુભવ થનાર છે. આ પ્રકારે યૂઝર્સે ટ્રેલર અને ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. જો કે ટ્રેલર બાદ પ્રભાસ સતત ટ્રોલ થઇ રહ્યો છે. કારણ કે પ્રશંસકોનું એવું કહેવું છે કે, આખા ટ્રેલરમાં પ્રભાસ એક જ હાવભાવ આપી રહ્યો છે. આ સાથે ફેન્સને તેની એક્ટિંગ પણ એટલી પસંદ આવી રહી નથી.
બીજી તરફ કેટલાક ફેન્સને VFX પસંદ આવ્યું અને કહાનીમાં કોઇ દમ ના લાગ્યો. જો કે ટ્રેલરની પ્રશંસા કરનારાઓની સંખ્યા વધુ છે. નોંધનીય છે કે, આદિપુરુષ’ 16 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.