Mohini Dey Announces Divorce: ઓસ્કર વિનર સંગીતકાર એ આર રહેમાન (AR Rahman)એ પત્ની સાયરા બાનોથી 29 વર્ષ બાદ પોતાનો સંબંધ પૂર્ણ કર્યો છે. સંગીતકારે ગતરોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને પત્નીથી અલગ થવાની જાણકારી આપી હતી અને તેમાં લખ્યું હતું કે તેમને લાગતું હતું કે તેઓ આ સંબંધમાં 30 વર્ષ પૂર્ણ કરી લેશે પરંતુ એવું શક્ય ન બન્યું. તેના થોડા કલાકો બાદ જ તેના ગ્રુપની ગિટારવાદક મોહિની ડે (Mohini Dey)એ પણ પતિથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. તેની આ જાહેરાત બાદ ફેન્સ વચ્ચે ચર્ચાનું બજાર ગરમાઈ ગયું છે. લોકો આ છૂટાછેડાને શંકાની નજરે જોઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
એઆર રહેમાન બાદ મોહિની ડે અને હાર્ટસચે ઈન્સ્ટાગ્રામ પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે,’અમારા પ્રિય મિત્રો, પરિવાર, ફેન્સ અને ફોલોઅર્સ. ભારે મનથી, માર્ક અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ વાત એ કે અમે આપસી સહેમતી અને સમજથી આ સંબંધને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે અમે હંમેશા એક સારા દોસ્ત તરીકે બન્યા રહીશું. અમે નક્કી કર્યું છે કે અમારા જીવનમાં વસ્તુઓ અલગ છે અને અમે આપસી સહેમતી સાથે અલગ થયા છીએ.’
આ પણ વાંચો: ‘અક્ષયથી લઈને ગોવિંદા અને માધુરીથી લઈને હેમા માલિની’ સુધી, બોલિવૂડ કલાકારોએ કર્યું મતદાન
મોહિનીએ પોસ્ટમાં આગળ લખ્યું, ‘અમે MaMoGi અને Mohini Groups સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. અમે સાથે મળીને જે સારું કામ કરવાનું ચાલુ રાખીએ છીએ તેના પર અમને ગર્વ છે અને અમે તેને ભવિષ્યમાં રોકીશું નહીં.
સૌથી મહત્વની બાબત એ છે કે આપણે દરેક પાસેથી પ્રેમ ઇચ્છીએ છીએ. તમે લોકોએ અમને આપેલા તમામ સમર્થનની અમે પ્રશંસા કરીએ છીએ. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરજો અને અમારી ગોપનીયતાની કાળજી રાખજો. અમને જજ કરતા નહીં. એક્સ એકાઉન્ટ પર લોકો આ વિશે કહી રહ્યા છે કે આ માત્ર એક સંયોગ છે કે કંઈક બીજું.
કોણ છે મોહિની ડે?
જો આપણે મોહિની ડે વિશે વાત કરીએ તો તે કોલકાતાની છે અને બાસ પ્લેયર છે. તે ગીત બંગાળીના વિન્ડ ઓફ ચેન્જનો એક ભાગ છે. તે એઆર રહેમાનની ટીમ સાથે કામ કરી રહી છે. તેણે વિશ્વભરમાં તેમની સાથે 40 થી વધુ શો કર્યા છે અને ઓગસ્ટ 2023 માં તેનું પોતાનું પ્રથમ આલ્બમ પણ બહાર પાડ્યું છે.