બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચનનો (Aishwarya rai bachchan) ડુબ્લીકેટ પાસપોર્ટ નાઇજીરીયન ગિરોહના ત્રણ ઠગ સદસ્યો પાસેથી મળી આવ્યો છે. નોયડાની થાના બીટા 2 પોલીસ અને સાઇબલ સેલે દવા કંપનીના નામે આચરેલી ઠગીને કારણે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસે તપાસ દરમિયાન આ ઠગીઓ પાસેથી 13 લાખના અમેરિકી ડોલર અને 10,500 પાઉન્ડડ જપ્ત કર્યા છે. આ શાતિર મહાઠગીઓએ સેનાના નિવૃત કર્નલને ભોળવીને તેની પાસેથી 1 કરોડ ને 80 લાખ રૂપિયા ઠગી છેતરપીંડી કરી હતી.
પોલીસ એ માલુમ કરવાનો પ્રયત્ન કરી રહી છે કે, ઠગીઓ એશ્વર્યા રાયના નકલી પાસપોર્ટનો દુરઉપયોગ ક્યા રહી હતી. પોલીસ અનુસાર, આરોપીઓ કંપનીના પ્રતિનિધિઓ બની મોંધીદાટ જડીબુટીઓ વેંચી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. તમને જણાવી દઇએ કે, નાઇજીરીયન ગિરોહ લાંબા સમયથી મેટ્રોમોનિયલ સાઇટ અને ડેટિંગ એપ્સના માધ્યમથી લોકો પર નિશાન તાકતા હતા.
પોલીસ પૂછપરછમાં એ પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ગિરોહના લોકો નકલી નોટો અને ફર્જી પાસપોર્ટ તૈયાર કરતા હતા. આ સાથે તેઓ ગેરકાયદે ધંધામાં પણ સામેલ હતા.
DCP અભિષેક વર્માએ જણાવ્યું કે, શહેરમાં સ્થિત એક નિવૃત કર્નલ ડો.વીકે ગુપ્તા પાસેથી 1.81 કરોડ રૂપિયાની ઠગાઇ કરી હતી. આરોપીએ કર્નલને બ્રેસ્ટ કેન્સરની દવામાં ઉપયોગી કોલા નેટ ખરીદી ત્રણ ગણા ભાવમાં તેને વેંચી શિકાર બનાવ્યો હતો. આ બાદ કર્નલે શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે તજવીજ હાથ ધરી છે.
મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ ઓફિસરે જણાવ્યું કે, નાઇજીરિયન આરોપીઓએ તેની ઓળખ એક ઉફેરેમુકેવે, એડવિન કોલિંસ તથા ઓકોલોઇ ડેમિયન તરીકે આપી હતી. આ ત્રણેય આરોપીઓની પોલીસ ગ્રેટર નોયડાથી ધરપકડ કરી લીધી છે. પોલીસને ગિરોહ એબોટ ફાર્માસ્યુટિકલ્સ કંપની સહિત અન્ય કંપનીના માલિક બનીને આરોપીઓ લોકોને છેતરી રહ્યા હોવાની બાતમી મળી હતી.
આ પણ વાંચો: રકુલ પ્રીત સિંહની ટોલિવૂડ ડ્રગ્સ કેસ સંબંધિત કરાશે પૂછપરછ, EDએ પાઠવ્યું સમન્સ
પોલીસે આ આરોપીઓ સાથે વિઝા અને પાસપોર્ટ મળ્યા નથી. ઐશ્વર્યા રાયના પાસપોર્ટ સિવાય ત્રણેય આરોપી પાસેથી 6 ફોન, 11 સિમ કાર્ડ અને લેપટોપ, પેન ડ્રાઇવ તથા 3 કાર જપ્ત કરવામાં આવી છે.