Aishwarya Rai Bachchan: બોલિવૂડ અભિનેત્રી અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયને દુનિયાની સૌથી સુંદર મહિલા માનવામાં આવે છે. દેશ-દુનિયામાં તેની સુંદરતાની ચર્ચા થાય છે. પરંતુ શું તમે જાણો છો ઐશ્વર્યાના ચહેરામાં એવું શું છે જે તેને દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાંથી એક બનાવે છે? તાજેતરમાં ફેશિયલ એનાલિસિસ ટૂલે એક્ટ્રેસના ચહેરાને ડિકોડ કરતા જાણકારી આપી છે કે, ઐશ્વર્યાનો ચહેરો સૌથી સુંદર કેમ માનવામાં આવે છે. એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં ઝીંણવટથી અભિનેત્રીના ચહેરાની તપાસ કરવામાં આવી છે.
કર્વ્સ સ્ટુડિયોની એક પોસ્ટમાં ઐશ્વર્યાના ચહેરાના લક્ષણોની તપાસ કરવામાં આવી છે. આ શેર કરેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીના ચહેરાની રચના પાછળ વિજ્ઞાન છે. અભિનેત્રીની ભમર કમાનવાળી, કપાળ પર વાળની રેખા, મોટી આંખો, ભરેલા હોઠ અને સુંદર લક્ષણો છે. અભિનેત્રીની આંખો વાદળી અને લીલા રંગનું મિશ્રણ છે, જે તેના ચહેરાની સુંદરતામાં વધુ વધારો કરે છે. ઐશ્વર્યાનું નારીત્વ જ તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી બનાવે છે. લોકપ્રિય વિદેશી કલાકારોએ પણ અભિનેત્રીની સુંદરતા વિશે વાત કરી છે. દુનિયાભરમાં ખ્યાતિ મેળવનારા કલાકારો પણ ઐશ્વર્યાની સુંદરતાના દિવાના છે.
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યાએ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે 1997 માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો. પહેલી વાર અભિનેત્રી મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરુવરમાં અભિનય કરતી જોવા મળી હતી. આ પછી તેણે ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ બંને ફિલ્મો એક જ વર્ષે રિલીઝ થઈ હતી. આ ઉપરાંત અભિનેત્રીએ હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી. આ અભિનેત્રી ઘણા સમયથી પડદા પરથી ગાયબ છે. તેના ચાહકો તેને ફિલ્મોમાં પાછા જોવાની રાહ જોઈ રહ્યા છે.”