ફિલ્મ ‘દ્રશ્યમ’ના બંને ભાગ દર્શકોને ખુબ પસંદ આવ્યા છે. ત્યારે ફિલ્મ દ્રશ્યમના નામે વધુ એક સફળતા થઇ છે. મૂળ મોહનલાલની મલયાલમ ફિલ્મ અને તેના પરથી અજય દેવગણની હિન્દી રિમેક ‘દૃશ્યમ’ હવે કોરિયન ભાષામાં બનશે. આ માટે હિન્દી ફિલ્મ નિર્માતા તથા કોરિયન ફિલ્મ સ્ટુડિયો વચ્ચે કરાર થયા છે. કોઈ હિન્દી ફિલ્મ માટે સત્તાવાર રાઈટ્સ ખરીદીને કોરિયન ભાષામાં તેની રિમેક બનવાની હોય તેવું આ પહેલીવાર થઈ રહ્યું છે. આ ફિલ્મ મલયાલમમાં બન્યા પછી જુદી જુદી કુલ સાત ભાષામાં બની ચૂકી છે. તેમાંથી ત્રણ તો વિદેશી ભાષા છે. હવે આઠમીવાર કોરિયનમાં બનશે.
કોરિયન રિમેકમાં મુખ્ય રોલ એકટર સોન્ગ કાંગ હો કરશે અને ફિલ્મનું દિગ્દર્શન કિમ જી વૂનનું હશે. કોન્ગ કાંગ હો ‘પેરાસાઈટ’ ફિલ્મને લીધે દુનિયાભરમાં જાણીતો થઈ ચૂક્યો છે.
મૂળ ફિલ્મ ‘દૃશ્યમ’2013માં મલયાલમ ભાષામાં બની હતી. આ પછી તેનો બીજો ભાગ 2021માં રીલીઝ થયો હતો. હિંદીમાં આ ફિલ્મ 2015 અને બીજો ભાગ 2022માં રીલીઝ થયો હતો. ફિલ્મની જબરદસ્ત સફળતા પછી અત્યાર સુધીમાં તે કન્નડ,તેલુગુ,તમિલ, હિંદી, સિંહલ (શ્રીલંકા), ચાઇનીઝમાં નિર્માણ થઇ છે અને હવે કોરિયન ભાષામાં બનવાની તૈયારી થઇ રહી છે.
આ પણ વાંચો: એક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મોત, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
ચીનમાં રીમેક થનારી આ પહેલી ભારતીય ફિલ્મ છે. સપ્ટેમ્બર 2021માં ઇન્ડોનેશિયન રિમેકની જાહેરાત કરવામાં આવી હતી. તે ઇન્ડોનેશિયનમાં રીમેક થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી. કોરિયન રિમેકની જાહેરાત મે 2023માં કરવામાં આવી હતી અને તે કોરિયનમાં રિમેક થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.