Cuttputli: બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) માટે વર્ષ 2022 એટલું ખાસ રહ્યું નથી. તેમની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. જેને કારણે તેની ફિલ્મ ‘કઠપુતલી’ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર વર્ષ 2022માં આ ફિલ્મને સૌથી વધુ જોવામાં આવી છે. આ ફિલ્મને 26.9 મિલિયન વાર સ્ટ્રીમ કરવામાં આવી છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કઠપુતલી’ સાઇકો ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ જેકી ભગનાની અને દીપશિખા પૂજા એન્ટરટેઇનર બેનર હેઠળ બનાવવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર રંજીત એમ.તિવારી છે.
ઓરમેક્સના અહેવાલ મુજબ, ડિઝની પ્લસ હોટસ્ટારે વર્ષ 2022માં OTT પર સૌથી વધુ સ્ટ્રીમ થયેલી મૂવીઝની યાદી જાહેર કરી છે. જે મુજબ અક્ષય કુમાર અને રકુલ પ્રીત સ્ટારર ફિલ્મ ‘કઠપુતલી’ સૌથી વધુ વખત જોવા મળી છે. ફિલ્મને 26.9 વ્યુઝ મળ્યા છે, જે અંગે એવી બાતમી છે કે, આ પહેલા કોઈ પણ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર આટલા વ્યૂઝ મળ્યા નથી.
અક્ષય કુમારની આ ફિલ્મ 2 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે અર્જન સેઠી નામના પોલીસકર્મીની ભૂમિકા ભજવી છે જે સિરિયલ કિલરની શોધમાં છે. સીરીયલ કિલર જે યુવતીઓનું અપહરણ કરે છે અને પછી તેની હત્યા કરી નાંખે છે.
મહત્વનું છે કે, ગત વર્ષ અક્ષય કુમાર માટે સારું રહ્યું ન હતું, પરંતુ તેની આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્ંયા છે. વર્ષ 2022માં તેની એક પછી એક ફિલ્મો આવી, પરંતુ એક પણ સફળ ન થઈ. ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’ અને ‘રામ સેતુ’ જેવી મોટી ફિલ્મો આવી હતી. પરંતુ તેમાંથી એક પણ દર્શકો પર તેનો ખાસ પ્રભાવ પાડી શકી નહી. અક્ષય કુમારને આ તમામ ફિલ્મો પાસેથી ઘણી આશાઓ હતી.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા અને નિક જોન્સએ પુત્રી માલતી મેરીના પહેલા જન્મદિવસની કરી ભવ્ય ઉજવણી
જણાવી દઈએ કે અક્ષય કુમાર આ નવા વર્ષમાં કેટલીક નવી ફિલ્મોમાં જોવા મળવાનો છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય ટૂંક સમયમાં ‘થેંક ગોડ-2’ અને સુપરહિટ દક્ષિણ ભારતીય ફિલ્મ ‘સોરારાઇ પોટ્રૂ’ની હિન્દી રિમેકમાં જોવા મળશે.