Entertainment Desk : પ્રિયંકા ચોપરા અને નિક જોન્સની પુત્રી માલતી મેરી જોન્સએ તાજેતરમાં જ તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો અને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નિકે તેમની પુત્રીનો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો તે વિશે વાત કરી. તેણે જાહેર કર્યું કે તેઓએ તેના માટે પાર્ટી આપી હતી. “અમારે ભવ્ય ઉજવણી કરવાની હતી,” તેણે કહ્યું.
કેલી ક્લાર્કસન સાથેની ચેટમાં, નિકે માલતી મેરીને “સુંદર અને અદ્ભુત” ગણાવી અને તે પણ શેર કર્યું કે તેણીએ કેવી રીતે “તેમના જીવનના પહેલી વાર સુંદર જંગલી પ્રવાસ” કર્યો હતો. માલતી મેરીને ઘરે લાવ્યા તે પહેલા તેને100 દિવસ NICUમાં વિતાવવા પડ્યા હતા.
આ પણ વાંચો: sales Tax case: અનુષ્કા શર્માએ કેમ સેલ્સ ટેક્સ વિભાગ સામે હાઇકાર્ટમાં અરજી દાખલ કરી
નિકે એ વિશે પણ ખુલાસો કર્યો કે તે કેવી રીતે “ધીરજવાન પિતા બનવાનો પ્રયત્ન કરે છે.” તેણે આ વર્ષે નવા પર્સનલ ગોલ્સ રાખવા વિશે પણ ખુલાસો કર્યો અને કહ્યું, “મારા કેટલાક પર્સનલ ગોલ્સ છે, પિતા બન્યા પછી વ્યક્તિગત ઘણા પડકાર રહે છે, જે મારો મોટાભાગનો સમય લે છે.”
તેણે શેર કર્યું કે, ” પુત્રીએ હજી ચાલવાનું શરૂ કર્યું નથી, પણ હા, જ્યારે તે ચાલશે, ત્યારે મારે ધીરજ અને કમ્ફર્ટેબલ શૂઝની જરૂર પડશે કારણ કે હું તેની પાછળ દોડીશ.” નિકે જાહેર કર્યું કે તે આ વર્ષના અંતમાં પ્રવાસ કરશે, અને આ વખતે તે તેની પુત્રી સાથે પ્રવાસ કરવાનો પ્લાન કરે છે.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણ મોંઘીદાટ વસ્તુઓની છે શોખીન
પ્રિયંકા અને નિકે 2018 માં લગ્ન કર્યા અને 2022 થી પેરેન્ટહુડ ઇન્જોય કરી રહ્યા છે, દંપતીએ જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર તેમની પુત્રીના આગમનની જાહેરાત કરી અને લખ્યું, “અમે સરોગેટ દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે તેની પુષ્ટિ કરતાં અમે ખૂબ જ આનંદિત છીએ. આ ખાસ સમય દરમિયાન અમે આદરપૂર્વક પ્રાઇવસી પર ધ્યાન આપવા ઇચ્છીએ છીએ કારણ કે અમે અમારા ફેમિલી પર ફોક્સ કરી રહ્યા છીએ,તમારો ખુબ ખુબ આભાર.”