Anushka Sharma Sales Tax Case: બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) એક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2012-13 અને 2013-14 માટે ડેપ્યુટી કમિશનર ઓફ સેલ્સ ટેક્સ (Sales Tax) દ્વારા પસાર કરાયેલા બે આદેશો મામલે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યા છે. આ મામલે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ટેક્સ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.
જસ્ટિસ નીતિન એમ જામદાર અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે ગુરુવારે સેલ્સ ટેક્સ (Sales Tax) વિભાગને અભિનેત્રી અનુષ્કા શર્માની(Anushka Sharma) અરજીનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ આ મામલાની વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ રાખી હતી.
આપને જણાવી દઅએ કે, એક્ટ્રેસ અનુષ્કા શર્માએ (Anushka Sharma) હાઈકોર્ટને સેલ્સ ટેક્સ (Sales Tax) ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલા આદેશને રદ્દ કરવા વિનંતી કરી છે. તેણે આકારણી વર્ષ 2012-13, 2013-14, 2014-15 અને 2015-16 માટે ચાર અરજીઓ દાખલ કરી છે.
સૌપ્રથમ આ મામલો ડિસેમ્બર 2022માં જ્યારે અનુષ્કા શર્માના ટેક્સ કન્સલ્ટન્ટ શ્રીકાંત વેલેકરે મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી હતી ત્યારે સામે આવ્યો હતો. જો કે, હાઇકોર્ટે તેમની અરજી સ્વીકારનો ઇન્કાર કરતા અનુષ્કાએ ફરી ગયા સપ્તાહમાં અરજી દાખલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે એવું કોઈ કારણ નથી કે અસરગ્રસ્ત વ્યક્તિ (અનુષ્કા શર્મા) પોતે અરજી ન કરી શકે.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણ મોંઘીદાટ વસ્તુઓની છે શોખીન, અભિનેત્રી આટલા કરોડની સંપત્તિની માલિક
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ કરેલી અરજી પ્રમાણે તેણે કરાર હેઠળ કલાકાર તરીકે ફિલ્મો અને એવોર્ડ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. કરાર તેમના એજન્ટ યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ અને નિર્માતાઓ/ઇવેન્ટ આયોજકો વચ્ચે થયો હતો.
આ પણ વાંચો:
અરજીમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીએ ફિલ્મને ધ્યાનમાં રાખીને સેલ્સ ટેક્સ લગાવ્યો નથી. પરંતુ પ્રોડક્ટની જાહેરાત અને એવોર્ડ ફંક્શનમાં કરવામાં આવેલા પરફોર્મન્સના આધારે લગાવ્યો છે. વિભાગે 2012-13 માટે રૂ. 12.3 કરોડ રૂપિયા પર 1.2 કરોડના વ્યાજ સહિત વેરો નક્કી કર્યો છે. જ્યારે વર્ષ 2013-14 માટે લગભગ 17 કરોડ રૂપિયા પર રૂ. 1.6 કરોડ રૂપિયા સેલ્સ ટેક્સ નક્કી કર્યો છે.