દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) ને લઈને ઘણી ચર્ચામાં છે. ફિલ્મના ગીત બેશરમ રંગમાં તેણે પહેરેલી બિકીનીના રંગને લઈને ઘણો હોબાળો થયો છે. દીપિકા પાદુકોણ (Deepika padkone) પાસે ઘણા સારા પ્રોજેક્ટ છે. મોડલિંગ બાદ ફિલ્મોમાં પ્રવેશેલી દીપિકાએ અત્યાર સુધીની કારકિર્દીમાં એવા અનેક પાત્રો ભજવ્યા છે, જેના કારણે તે આજે ટોચની અભિનેત્રીની સાથે લાખો લોકોની પ્રેરણા બની ગઇ છે.
દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. મળતી માહિતી અનુસાર, દીપિકા તેની એક ફિલ્મ માટે લગભગ 15થી 30 કરોડ રૂપિયા ફી લે છે. ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ કુલ 314 કરોડ રૂપિયા સંપત્તિ (Deepika padukone net worth) ની માલિક છે.

દીપિકા પાદુકોણ લકઝરીયસ (Deepika padukone lifestyle) વસ્તુઓનો શોખ ધરાવે છે. અભિનેત્રી પાસે ઘણી મોંઘી ઘડિયાળો કાર કલેક્શન છે. દીપિકા પાદુકોણ પાસે Tissot’ ક્લાસિક પ્રિન્સ ડાયમંડ રોઝ ગોલ્ડની ઘડિયાળ છે. ‘iDiva’ અનુસાર તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. દીપિકાનું કાર કલેક્શન પણ દમદાર છે. મર્સિડીઝ કારથી લઈને 4BHK લક્ઝરી હાઉસ સુધી, દીપિકા પાસે ઘણી મોંઘી વસ્તુઓ છે.
દીપિકા પાદુકોણના ઘરની વાત કરીએ તો અભિનેત્રી તેના પતિ સાથે મુંબઈમાં ‘BeauMonde Towers’ના લક્ઝરી 4BHK એપાર્ટમેન્ટમાં રહે છે. દીપિકાએ આ ઘર માટે લગભગ 16 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બીજી તરફ દીપિકાની ‘મર્સિડીઝ મેબેક એસ500’ કારની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.