મિસ યુનિવર્સની 71મી સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્વ તેલંગાણાની દિવિતા રાય કરી રહી છે. આ ઇવેન્ટમાં તેમણે ‘સોને કી ચિડિયા’ તરીકે રાષ્ટ્રીય પહેરવેશને મહત્વ આપતો લુક બનાવી અવતરિત થઇ હતી. જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. દિવિતા રાય આ ઇવેન્ટમાં છવાઇ ગઇ હતી. સૌકોઇ આંખનો પલકારો માર્યા વગર એકીટશે તેની તરફ જોઇ રહ્યા હતા.
દિવિતા રાય અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં આયોજિત 71મી મિસ યુનિવર્સમાં ભારત તરફથી દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. દિવિતાનો લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. દિવિતા અદ્ભુત લુકમાં ‘સોને કી ચિડિયા’ બનીને દેશનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. તેનો આ લુક સોશિયલ મીડિયામાં લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.

ગોલ્ડન પીંછાવાળા ગોલ્ડન આઉટફિટ પહેરીને દિવિતા મિસ યુનિવર્સ સ્ટેજ પર પહોંચી હતી. મોડલના ઘણા વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.
દિવિતા રાયના જીવનની વાત કરીએ તો તે ભારતના ઘણા શહેરોમાં રહી છે. દિવિતાનો જન્મ કર્ણાટકમાં થયો હતો પરંતુ પિતાની નોકરીને કારણે તે અલગ-અલગ શહેરોમાં મોટી થઈ હતી. દિવિતા એક આર્કિટેક્ટ છે અને વ્યવસાયે એક મોડેલ છે. દિવિતાને બેડમિન્ટન, બાસ્કેટબોલ, ગીતો સાંભળવા, પુસ્તકો વાંચવા અને પેઇન્ટિંગ સહિતની ઘણી પ્રવૃત્તિઓનો પણ શોખ છે.