Athiya Shetty KL Rahul Wedding: બોલિવૂડ અને ક્રિકેટના કોમ્બિનેશનથી બનેલા અન્ય એક કપલ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન (Athiya shetty KR rahul marriage date) ફરી ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી આ કપલના લગ્ન સંબંધિત એવી અટકળો તેજ છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. આ વચ્ચે હવે તેમના લગ્નને લઇને મોટા સમાચાર મળ્યા છે. આથિયા અને કેએલ રાહુલના મેરેજનું શુભ મૂહુર્ત નીકળી ગયું છે, તેમાં કોને કોને આમંત્રિત કરાયા છે તેની વિગતો પણ ફરતી થઇ છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર આથિયા અને કેએલ રાહુલના લગ્નની તારીખ નક્કી કરી લેવાય છે. પિંકવિલાના એક રિપોર્ટમાં આ અંગે એવો દાવો કરવામાં આવ્યો છે કે, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 21થી 23 જાન્યુઆરીમાં સપ્તપદીના વચન લેશે. એવામાં લગ્નમાં થોડા દિવસો જ બાકી હોવાથી તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર લગ્નની તમામ વિધિઓ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગ્લામાં કરવામાં આવશે.મહત્વનું છે કે, સુનિલ શેટ્ટીના ઘરે આ પહેલો પ્રસંગ છે. જેના કારણે આ લગ્ન ખુબ જ ભવ્ય અને શાનદાર રીતે કરવામાં આવશે.
લગ્નમાં કેએલ રાહુલ અને આથિયાના પરિવારજનો, નજીકના સંબંધીઓ અને બોલિવૂડ તેમજ ક્રિકેટની સેલિબ્રિટીઓ સામેલ થશે. આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં બોલિવૂડમાંથી સલમાન ખાન, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા નામ ચર્ચામાં છે. જ્યારે ક્રિકેટ જગતમાંથી વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની ને આમંત્રણ અપાયાનું કહેવાય છે.
કેએલ રાહુલના પરિવાર સાથે જોડાયેલા નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, યુગલ પોતાના અંગતજનો અને મિત્રોને જલદી જ આમંત્રણ મોકલવાના છે. હાલમાં જ એક પ્રખ્યાત વેડિંગ પ્લાનર પોતાની ટીમ સાથે ખંડાલાના સુનિલ શેટ્ટીના બંગલા પર ગયા હતા. હાલ કેએલ રાહુલ શ્રીલંકા સાથે ચાલી રહેલી વન ડે સિરીઝમાં રમી રહ્યો છે. જોકે, તે ૧૫મી પછી ફ્રી થઈ જશે.
આથિયા અને રાહુલની પહેલી મુલાકાત
આથિયા અને કેએલ રાહુલની પ્રેમ ગાથા અંગે વાત કરીએ તો મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી. જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી. જ્યારે સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા કરવા લાગ્યા ત્યારે કપલ વચ્ચે રિલેનશીપ હોવાનો ખુલાસો થયો હતો.
કેએલ રાહુલે જાહેરાત કરી
વર્ષ 2021માં જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રવાના થયો તો આથિયા પણ તેમની સાથે ગઇ હતી. જોકે આ વાતને લઇ બંનેએ કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ આથિયા અને રાહુલની તસવીરોએ ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. મહત્વનું છે કે, કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી. હાલ રાહુલ ટી20 વલર્ડ કપમાં વ્યસ્ત છે. ભારતની આગલી મેચ 6 નવેમ્બરના રોજ ઝિમબાબ્વે સામે મેલબર્નમાં રમાશે.