Amrish puri movies: બોલિવૂડના સૌથી ખૂંખાર વિલનમાંથી એક અમરીશ પુરીની આજે (12 જાન્યુઆરી) ના રોજ 18મી પુણ્યતિથિ છે. અમરીશ પુરીનું નિધન વર્ષ 2005માં થયું હતુ. અમરીશ પુરીએ ફિલ્મોમાં વિલનના રોલનું એ પ્રકારે વ્યાખ્યાન કર્યું કે તેની તુલના અન્ય વિલનના રોલ અદા કરતા કલાકારીઓ સાથે ક્યારેય ન કરી શકાય.
અમરીશ પુરી સંબંધિત એવી બાતમી છે કે, તેઓ બોલિવૂડમાં હિરો બનવા માટે આવ્યા હતા. પરંતુ ફિલ્મમેકર્સે તેમને એવુ કહી રિજેક્ટ કરી દીધા હતા કે, તેમનો ચહેરો પથ્થર સમાન છે. ઇન્ડસ્ટ્રીમાં તો તેઓ ચાલ્યા પણ તેમની અંદર જે કલાકાર હતો, તેને તેમણે ક્યારેય મરવા ન દીધો અને થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું.
લગભગ 40 વર્ષની ઉંમરમાં ફરી વાર બોલિવૂડમાં નસીબ અજમાવ્યું અને આ વખતે તેઓ સફળ થયા. તેમના માટે કહેવાય છે કે, તેઓ ઈંડસ્ટ્રીમાં કોઈનાથી ડર્યા વિના બિન્દાસ્ત પોતાની મરજીથી કામ કરતા હતા. ફી માટે તેમણે ક્યારેય સમાધાન નથી કર્યું. બી ટાઉનમાં તેમના માટે એ વાત પ્રખ્યાત હતી કે, ઘણી વાર તો, તેમણે ફિલ્મોમાં હીરો કરતા પણ વધારે ફી લઈને કામ કર્યું છે.
અમરીશ પુરી બોલિવૂડના એક એવા વિલન હતા જે ફિલ્મ્સમાં હીરો પર પણ ભારે પડતા હતા. દમદાર અવાજ અને જોરદાર એક્ટિંગથી તેમણે ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. બોલિવૂડમાં અમરીશ પુરીએ નેગેટિવ રોલ કરીને પોતાની ધાક જમાવી અને પછી અનેક પ્રકારની ફિલ્મોમાં પોઝિટિવ રોલ પણ બખૂબી અદા કર્યા હતા. અમરીશ પુરીએ 30 વર્ષથી પણ વધુ સમય સુધી ફિલ્મોમાં કામ કર્યું. અમરીશ પુરીએ પોતાનું પ્રથમ ઓડિશન 22 વર્ષની ઉંમરમાં આપ્યું હતું,
આપને જણાવી દઈએ કે, અમરીશ પુરીએ બોલિવૂડના દરેક સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. 70ના દાયકામાં અમરીશ પુરીએ નિશાંત, મંથન, ભૂમિકા, આક્રોશ જેવી ઘણી ફિલ્મો કરી. 80ના દાયકામાં તેમણે વિલન તરીકે ઘણી ભૂમિકાઓ ભજવી હતી. હમ પાંચ, નસીબ, વિધાતા, હીરો, અંધા કાનૂન, અર્ધ સત્ય જેવી ફિલ્મોમાં તેમણે વિલનની એવી છાપ ઉભી કરી હતી કે ફિલ્મી ચાહકોના મનમાં તેમનો ભય પેદા થઈ ગયો હતો. વર્ષ 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં તેમનું પાત્ર મોગેમ્બો ખૂબ પ્રખ્યાત થયું હતું. ફિલ્મનો ડાયલોગ ‘મોગેમ્બો ખુશ હુઆ’ લોકોને હજી યાદ છે.
આ પણ વાંચો: ગોલ્ડન ગ્લોબ વિજેતા ફિલ્મ RRRના નિર્માતા રાજા મૌલીની મોટી જાહેરાત, ‘આરઆરઆર’ની સિકવલ બનશે
દિવગંત અમરીશ પુરીનો દીકરો રાજીવ પુરીએ પણ જણાવ્યું હતું કે, “અમરીશ પુરી વાસ્તવિક જીવનમાં ખૂબ જ શિસ્ત અને સમયના પાબંદ વ્યક્તિ હતા. તેમના સિદ્ધાંતો ખૂબ જ સ્પષ્ટ હતા. જે વાત તેમને ગમતી નહોતી કે સ્પષ્ટ કહી દેતા હતા”. અમરીશ સબંધીઓ અને મિત્રો સાથે એકદમ નમ્ર હતા. તેમણે ક્યારેય કોઈને દર્શાવ્યું નહીં કે તેઓ કેટલા ફેમસ છે. આ સિવાય અમરીશ પુરીને તેમના પૌત્ર પૌત્રીઓ સાથે ખૂબ પ્રેમ હતો. તેઓ હમેશાં તેમની સાથે સમય વિતાવતા હતા.