બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ અભિનેતા સ્કોટલેન્ડમાં બડે મિયાં છોટે મિયાંનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન અક્ષય કુમાર એક એકશન સીન ફિલ્માવતી વખતે ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના બાદ એક્શન સીનનું શૂટિંગ અટકાવી દેવાયું હતું.
જો કે અક્ષય કુમાર ગંભીર ચોંટીલ ન થતાં સમગ્ર શૂટિંગને થંભાવી દેવામાં આવ્યું ન હતું. પરંતુ થોડા સમય માટે એક્શન દૃશ્યોને અટકાવી માત્ર ક્લોઝ અપ્સ લેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, અક્ષય કુમારને ઇજાને પગલે બ્રેસીસ મૂકવાની ફરજ પડી હતી. ત્યારે વિદેશમાં શૂટિંગ સિમિત શિડયુલનું હોય છે. આથી એક પણ દિવસ વેડફાય તે નિર્માતા માટે આર્થિક રીતે બોજારુપ હોવાથી અક્ષયે ક્લોઝ અપ્સ અને મિડ શોટ્સ સાથે શૂટિંગ આગળ ધપાવ્યું હતું.
આ પણ વાંચો: પરિણીતી ચોપરા સાથે અફવા ઉડવા પર આપના નેતા રાઘવ ચઢ્ઢાની પ્રતિક્રિયા આવી સામે
બોક્સ ઓફિસ પર અક્ષય હાલ નિષ્ફળ અભિનેતા પુરવાર થયો છે. તેની એક પછી એક સતત પાંચ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. આથી તેને એક હિટ ફિલ્મની તાતી જરુર છે.