Parineeti – Raghav: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopara) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના નેતા રાઘવ ચઢ્ઢા ગુરૂવારે 23 માર્ચે એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. જેને પગલે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહી છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ થવાને લઈને રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) એ પ્રતિક્રિયા આપી છે.
રાઘવ ચઢ્ઢાનું નિવેદન
હકીકતમાં રાજ્યસભા ચેરમેને હાલમાં જ સદન દરમિયાન કહ્યું કે, આપને સોશિયલ મીડિયા પર ખૂબ સ્પેસ મળી રહી છે. આજનો દિવસ કદાચ આપના માટે મૌન રહેવાનો છે. તેમની આ વાત સાંભળીને સદનમાં હાજર નેતાઓ હસવા લાગ્યા હતા. મીડિયાની સામે આવતા નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, મને આપ રાજકારણને લગતા પ્રશ્નો પુછો, પરિણિતીના નહીં. જો કે, મીડિયાએ ફરી એક વાર તેને લઈને જ સવાલો પુછ્યા હતા. જો કે, હજૂ સુધી પરિણિતિનું કોઈ રિએક્શન નથી આવ્યું.
લોકોએ ડેટિંગની અફવા ઉડાવી
ગુરુવારની મુલાકાત બાદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતિની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ લોકોએ તેમના રિલેશનશિપમાં હોવાની અફવાઓ શરુ કરી દીધી. અમુક લોકોએ કહ્યું કે, શું રાઘવ અને પરિણીતિ એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, આ સવાલ પર પણ બંનેમાંથી એકેયેનું રિએક્શન નથી આવ્યું. આપને જણાવી દઈએ કે, ડિનર દરમ્યાન બંને સેમ કપડામાં જોવા મળ્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસે વ્હાઈટ રંગનો શર્ટ અને પેન્ટ પહેર્યો હતો, તો વળી રાઘવ ચઢ્ઢાએ સફેદ રંગના કપડા પહેર્યા હતા.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનએ સ્વસ્થ થઇ ફરી ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ શરૂ કર્યું, બિગ બીએ પોતે આપી માહિતી
પરિણીતિ ચોપરા આ ફિલ્મમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ ચોપરા ટૂંક સમયમાં કૈપ્યૂલ ગિલ અને ચમકીલામાં દેખાશે. આ ફિલ્મો પહેલા અભિનેત્રી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ઊંચાઈમાં જોવા મળી હતી.