Amitabh Bachchan News: બોલિવૂડના શહેનશાહ અમિતાબ બચ્ચન (Amitabh bachchan) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ પ્રોજેક્ટ ‘કે’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન કરતી વખતે પાંસળીમાં ગંભીર ઇજા (Amitabh Bachchan Injury) થઇ હતી. ત્યારે હવે તેઓ એકદમ સાજા થઇને કામ પર પરત ફર્યા છે. જે અંગે બિગ બીએ પોતે માહિતી આપી છે.
મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન ચોટીંલ થતાં ચાહકોમાં ચિંતા પ્રસરી હતી. જેને પગલે તેઓ બિગ બીના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે બિગ બી પણ તેમના ફેન્સનો ખુબ ખ્યાલ રાખે છે અને તેમના હેલ્થ બાબતે ચાહકોને માહિતી આપતા રહેતા હતા. તેમજ હવે અમિતાભ બચ્ચન સ્વસ્થ હોવાના સમાચાર સાંભળીને ચાહકોમાં હાશકારો અને ખુશીનો માહોલ છવાયો હશે.
અમિતાભ બચ્ચને એકદમ સ્વસ્થ થઇને ફરી પ્રોજેક્ટ Kનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ઉંમરે બિગ બીનો કામ પ્રત્યે જુસ્સો અને ઉર્જા જોઇને ભલભલાને પ્રેરણા અને શકિત મળે. ખરેખર તેમની પાસેથી કંઇ રીતે સફળ થવું તે શીખવા જેવી બાબત છે તે વાતમાં કોઇ બે મત નથી.
ફિલ્મ પ્રોજેક્ટ K એપ્રિલ 2024માં રિલીઝ કરવાની યોજના છે, અને દિગ્દર્શક નાગ અશ્વિનની ટીમ ટૂંક સમયમાં રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીપિકા પાદુકોણના પાત્ર વિશેની તમામ વિગતો બહાર પાડેલ નથી, પરંતુ નિર્માતાઓનું કહેવું છે કે તે ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે, જે મોટા પડદા પર પહેલી વાર કોઈ મહિલાએ આવો રોલ ભજવશે. પ્રોજેક્ટ K પહેલા, પ્રભાસ આદિપુરુષ અને સાલારમાં જોવા મળશે, જે 2023માં રિલીઝ થવાની છે.