બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘સેલ્ફી’ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સ્ક્રીન પર સાથે જોવા મળે છે. પરંતુ આ બંનેની જોડી સ્ક્રીન પર કોઇ ખાસ જાદુ ચલાવી શકી નથી. ઉપરાંત આ ફિલ્મ મોટા પડદા પર ખરાબ રીતે ધોવાઇ ગઇ છે. આ વચ્ચે તાજેતરમાં અક્ષય કુમારનું ઇન્ટરવ્યૂ લેવાયું હતું. પીએમ મોદીને કેરી ખાવા અંગે પૂછેલા એક પ્રશ્ન તેમજ તેણે પોતાની નાગરિકતા બાબતે ઉઠેલા સવાલો પર પ્રતિક્રિયા આપી હતી.
હકીકતમાં અક્ષય કુમારે તાજેતરમાં ટીવી ચેનલ આજતકને ઇન્ટરવ્યૂ આપ્યુ હતું. જેમાં એન્કર સુધીર ચૌધરીએ પહેલો પ્રશ્ન પ્રધાનમંત્રી મોદી સંબંધિત કર્યો હતો. સુધીરે પ્રશ્ન અક્ષય કુમારને સવાલ કર્યો કે, શું તમને કેરી ખાવાનું પસંદ છે? અને તમે કેરીને કંઇ રીતે ખાવ છો? ચૂસીને કે પછી કાંપીને? આ સવાલનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે, ‘હું કેરી ખાઉં છું’.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે વર્ષ 2019માં પીએમ મોદીને આ જ પ્રશ્ન કર્યો હતો. જેના કારણે તે ખુબ ટ્રોલ પણ થયો હતો. ત્યારે આ જ પ્રશ્ન અભિનેતાને પૂછતાં તેણે કહ્યું કે, મેં પ્રધાનમંત્રી સાહેબને આ જ સવાલ કર્યો હતો, તમે પણ મને એ જ પ્રશ્ન પૂછી લીધો. જો કે તમે આડકતરી રીતે આ સવાલ કર્યો.
વધુમાં અભિનેતાએ કહ્યું કે, ‘તમારો આ પ્રશ્ન મારા દિલમાં જ નહીં પરંતુ મારા મગજ સુધી પહોંચ્યો છે. હું આનંદથી કેરી ખાઉં છું. જે અંગે અભિનેતાને પૂછવામાં આવ્યો કે, જ્યારે તમે પીએમ મોદીને કેરી ખાવા સંબંધિત આટલો સરળ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી?
આ અંગે અભિનેતાએ કહ્યું કે, તે સમયે કેરીની સિઝન ચાલી રહી હતી. તેવામાં મારા મનમાં કેટલાક સાધારણ પ્રશ્નો ઉમટ્યા હતા, મેં તેમને પૂછી લીધા. જે એક સામાન્ય માણસ તેમને પૂછવા માંગે છે. બસ મેં એ તમામ પ્રશ્નો મારા અંદાજમાં પૂછી લીધા. હું કોઇ ડર લઇને તેમને સવાલ કરવા ગયો ન હતો. હું વ્હાઇટ શર્ટ અને પિંક પૈંટ પહેરીને પીએમનું ઇન્ટરવ્યૂ કરવા માટે ચાલ્યો ગયો હતો. જે માટે મને ટોકવામાં પણ આવ્યો હતો.
બીજી તરફ, જ્યારે અક્ષય કુમારને રાજકારણમાં આવવા વિશે પૂછવામાં આવ્યું, તો અભિનેતાએ કહ્યું કે, તેનો અત્યારે એવો કોઈ ઈરાદો નથી. હાલમાં તે માત્ર ફિલ્મો કરવા માંગે છે. તેણે હજી સુધી તેના વિશે વિચાર્યું નથી.
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા તેની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી 3’નું શૂટિંગમાં વ્યસ્ત છે. આગલા દિવસે શૂટિંગ સેટ પરથી ફિલ્મની તસવીરો સામે આવી હતી, જેમાં સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને અક્ષય કુમાર જોવા મળે છે.
કેરી કેવી રીતે ખાવી? PM મોદીને સવાલ પૂછવા પર અક્ષય કુમાર ટ્રોલ થયા, હવે અભિનેતાએ પોતે જ ખુલાસો કર્યો કારણ