અક્ષય કુમાર માટે આ વર્ષની શરૂઆત ખુબ જ ખરાબે રીતે થઇ છે. વર્ષ 2023ની શરૂઆતમાં રિલીઝ થનારી તેની પહેલી ફિલ્મ ‘સેલ્ફી’ સિનેમાઘરોમાં ખરાબ રીતે ધોવાઇ ગઇ છે. ત્યારે હવે અક્ષય કુમારની આગામી બીજી ફિલ્મ ઓહ માય ગૉડ 2 (Oh My God 2) ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. મહત્વની વાત છે કે ઓએમજી અક્ષય કુમારની શાનદાર ફિલ્મોમાંની એક છે અને જે ફિલ્મે અક્ષય કુમારના ફિલ્મી કરિઅરને નવા આયામ આપ્યા હતા તે ફિલ્મ સંબંઘિત મહત્વનો નિર્ણય લેવાયો છે.
અક્ષય કુમારની ઓહ માય ગોડની સિક્વલ સિનેમાઘરોમાં રિલીઝ નહીં કરવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે. એટલે કે હવે આ ફિલ્મ સીધી ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થશે. પોસ્ટર તરીકે ફિલ્મનો ફર્સ્ટ લૂક શૅર કરવાની સાથે આ વાતની માહિતી પણ આપવામાં આવી છે. ફિલ્મ એક્સપર્ટ ક્રિસ્ટોફર કનગરાજે ટ્વીટ કરી જણાવ્યું છે કે ઓહ માય ગૉડ 2 ટૂંક સમયમાં જ ઓટીટી પર રિલીઝ હશે. આ પ્લેટફૉર્મ વૂટ/જિયો સિનેમા પર રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો: સલમાન ખાન પર ફરી ખત્તરો, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની જાનથી મારી નાખવાની સીધી ધમકી
આ ટ્વીટ શૅર થતાં જ ચાહકોએ આને થિયેટરમાં રિલીઝ કરવાની ડિમાન્ડ કરી છે. ટ્વિટર પર ઓએમજી 2 તો ટ્રેન્ડ થાય જ છે જેમાં કેટલાક ચાહકોએ કોમેન્ટ કરી છે કે આ ફિલ્મ થિયેટરને લાયક છે. આને થિયેટરમાં રિલીઝ કરો. કેટલાક ચાહકોએ અક્ષયની સતત ફ્લૉપ થતી ફિલ્મને જોઈને લખ્યું છે કે આગળ આવનારી ફિલ્મ પણ ઓટીટી પર જ રિલીઝ થાય તો સારું છે.