બોલિવૂડનો ‘દબંગ’ સલમાન ખાન પર તલવાર લટકી રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોએ જેલમાંથી એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતુ. જેમાં તેણે સલમાન ખાનને ફરી ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે અને કહ્યું કે સલમાનનું આ અભિમાન ચકનાચુર થઇ જશે. તેણે આપણા સમાજને નીચે પાડી દીધો છે. આપણા સમાજમાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓ વિશે ઘણી માન્યતા છે.
વધુમાં લોરેન્સ બિશ્રનોઇએ કહ્યું કે, સલમાને આપણા સમાજનું અપમાન કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તે બધાની સામે આવે અને માફી માંગે. આ સાથે તેણે કહ્યું કે, રાજસ્થાનના બિકાનેરમાં અમારી સોસાયટીનું એક મંદિર છે. સલમાને ત્યાં જઈને માફી માંગવી જોઈએ. જો તેઓ આમ કરશે તો અમારે તેમની સાથે કોઈ મતલબ નથી. જો તે આમ નહીં કરે તો અમે કાયદાનો સહારો લઈશું નહીં. તેની પોતાની રીતે તેને સમજાવીશું.
આ પહેલા 2022માં સલમાન ખાનને એક પત્રમાં ધમકી આપવામાં આવી હતી. આ પત્ર સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધુ મૂઝવાલા જેવી હશે. 2018માં પહેલીવાર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારથી સલમાન ખાન આ ગેંગના નિશાના પર છે.
વાસ્તવમાં સલમાન ખાન 1998ના કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા છે. હવે લોરેન્સ બિશ્નોઈ અભિનેતા પાસેથી આ પીડિતાનો બદલો લેવા માંગે છે. લોરેન્સ બિશ્નોઈએ પોતે ખુલાસો કર્યો છે કે 2018માં તેણે સલમાનની હત્યાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું.