નાટુ નાટુ ગીતે ઓસ્કાર એવોર્ડમાં રેકોર્ડ બનાવ્યો છે. બેસ્ટ ઓરીજીનલ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતનાર આ ગીત માત્ર પ્રથમ ભારતીય નહી, પ્રથમ એશિયન સોંગ પણ બન્યું છે. આ ગીતે અપલોઝ, હોલ્ડ માય હેન્ડ અને ધી ઈઝ એ લાઈફ જેવા ગીતોને માત આપી છે. આ ગીત ચંદૂ બોસે લખ્યું છે, કિરાવનીએ કમ્પોઝ કર્યું છે. આ કેટેગરીમાં નાટુ નાટુ એ અગાઉ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો. ગીત નાટુ નાટુને લઈને એક એવી પણ વિગત બહાર આવી છે કે 19 મહિનામાં 20 ગીત લખવામાં આવ્યા હતા ત્યારે નાટુ નાટુની પસંદગી થઈ હતી, આ ગીતનો કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત કયારેક આપઘાત કરવા જઈ રહ્યો હતો!
પ્રેમ રક્ષિત પ્રખ્યાત કોરિયોગ્રાફર છે. તેણે દક્ષિણ સિનેમાની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યુ અને દર્શકોના દિલમાં સ્થાન બનાવી લીધું. વર્ષ 2005માં કોરિયોગ્રાફર તરીકે તેને ઓળખ મળી હતી. રક્ષિત શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નાટુ નાટુ પર તેણે સતત એક મહિના સુધી 97 ડાન્સ મૂવમેન્ટસ પર કામ કર્યું હતું.કારણ કે એસએસ રાજા મૌલી રામ ચરણ અને જુનિયર એનટીઆરના ડાન્સ સ્ટેપ્સ સુમેળ છે કે કેમ જોવા માટે દરેક ફ્રેમને ફ્રીઝ કરતા હતા.
વધુમાં પ્રેમ રક્ષિતે જણાવ્યું હતું કે, એસએસ રાજામૌલી પહેલા આ ગીતને માત્ર 100 ડાન્સર્સ સાથે શૂટ કરવા માંગતા હતા. પરંતુ પછી તેનો વિચાર બદલ્યો કારણ કે જુનિયર એનટીઆર અને રામચરણ શ્રેષ્ઠ ડાન્સર છે.
વિશ્વભરમાં નાટુ નાટુ ગીત ગુંજી રહ્યું છે. આવામાં તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયાભરમાં જેની ચર્ચા થઇ રહી છે તે નાટુ નાટુ ગીતના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિત આપઘાત કરવા માંગતો હતો. જે અંગે ખુદ પ્રેમ રક્ષિતે એક ઇન્ટવ્યૂમાં ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેનો પરિવાર ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે.જેને પગલે તેના મનમાં એવો વિચાર જન્મ્યો કે જો તે આત્મહત્યા કરશે તો તેનું ડાન્સ યુનિયન ફેડરેશન તેના પરિવારને 50,000 રૂપિયા આપશે. તેથી તે ચેન્નાઇના મરિના બીચ પર રહેવા લાગ્યો હતો.
આ દરમિયાન એક દિવસ રક્ષિતને તેના પ્પાનો ફોન આવ્યો અને તેને કહ્યું કે તેને એક ફિલ્મમાં ડાન્સ એકસ્ટ્રા એક્ટિંગ કરવાની ઓફર મળી છે. પછી પ્રેમ રક્ષિત પાછો ફર્યો અને વર્ષ 2002માં તેણે ડાન્સ કોરિયોગ્રાફર તરીરે કરિયરની શરૂઆત કરી.