બોલિવૂડથી લઇ હોરર તેમજ કોમેડી ફિલ્મોમાં અભિનય કરી દર્શકોનું ભરપૂર મનોરંજન કરનાર અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) હવે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. અક્ષય કુમાર મહેશ માંજકરેકરની આગામી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’માં મહત્વની ભૂમિકામાં નજર આવશે.
વીર માંજરેકરની આગામી મરાઠી ફિલ્મમાં અક્ષય કુમાર મરાઠાઓનું ગૌરવ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા નિભાવશે તેવા સમાચાર સામે આવ્યાં છે. ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’નું વસીમ કુરેશી દ્વારા નિર્માણ કરાયું છે. ત્યારે અક્ષય કુમારે ફિલ્મમાં તેના ફસ્ટ લુકનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે કે, આજથી ફિલ્મ ‘વેદાત મરાઠે વીર દૌદાલે સાત’નું શૂટિંગ શરૂ. આ સાથે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે કે, મારા માટે શિવાજી મહારાજનું પાત્ર નિભાવવું એ સૌભાગ્યની બાબત છે. તેમના જીવનથી પ્રેરણા અને માં જિજાઉના આશીર્વાદ લઇ હું સારા પ્રદર્શન માટે પૂરો પ્રયાસ કરીશ.
તમને જણાવી દઇએ કે આ મરાઠી ફિલ્મ સાત મહાન અને બહાદુર યોદ્ધાઓની કહાની પર આધારિત છે. જેના જીવનનો ઉદ્દેશ શિવાજી મહારાજના ‘સ્વરાજ્યના સપના’ને સિદ્ધ કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઇતિહાસના સૌથી ગૌરવશાળી પાત્રોમાંથી એક છે.
થોડા સમય પહેલા વેદત મરાઠે વીર દૌદાલે 7 ટીમની મુંબઇમાં એક અસામાન્ય મૂહુર્ત શોર્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત દિગ્ગજ વ્યક્તિ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અક્ષય કુમારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં આ મહાન વ્યક્તિનો રોલ મળવો એ મારુ સપનું પૂરુ થવા સમાન છે. આ સાથે મને લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજને મોટી સ્ક્રીન પર પ્રેઝન્ટ કરવા મોટી જવાબદારી છે. એવામાં જ્યારે મને રાજ સર મારી સમક્ષ આ પ્રસ્તાવ લઇને આવ્યા તે સમયે હું દંગ રહી ગયો હતો. પરંતુ આ મારા સપનાને હકીકતમાં તબદીલ કરે છે.
અક્ષય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રથમ વખત નિર્દેશક મહેશ માંજરેકર સાથે કામ કરીશ. આ તકે મને સારો અનુભવ થશે.
અંતિમ: ધ ફાઇનલ ટ્રુથના નિર્દેશકએ જણાવ્યું હતું કે, વેદાત મરાઠે વીર દૌદલ 7 મારો ડ્રિમ પ્રોજેક્ટ છે. હું આ પ્રોજેક્ટ પર છેલ્લા સાત વર્ષથી કામ કરી રહ્યો છું. આ એક એવો વિષય છે જેના પર વ્યાપક સંશોધનની જરૂર છે. આ સાથે આ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની અત્યારસુધીની સૌથી મોટી અને ભવ્ય મરાઠી ફિલ્મ છે. જેની વિશ્વભરમાં રિલીઝની સાથે હું ઇચ્છું છું કે લોકો શક્તિશાળી હિંદૂ રાજા છત્રપતિ શિવાજી મહારાજાની કહાણીથી વાકેફ થાય.
આ પણ વાંચો: બોલિવૂડનો ચોકલેટી બોય કાર્તિક આર્યને તેના લગ્નને લઇ કર્યો મોટો ખુલાસો
હું ભાગ્યશાળી છું કે શિવાજી મહારાજના કિરદારને અક્ષય કુમાર અદા કરશે. કારણ કે મને લાગે છે કે અક્ષય કુમાર આ પાત્ર માટે એકદમ બરાબર છે.
આ ફિલ્મ અને ટીમ અંહે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આ ફિલ્મ સુપરહિટ જશે, મારી શુભકામનાઓ તમારી સાથે છે. બાલાસાહેબ ઠાકરે મરાઠી સિનેમાને સપોર્ટ કરતા હતા, રાજ ઠાકરે પણ મરાઠી સિનેમાના સમર્થનમાં છે.