scorecardresearch

આલિયા ભટ્ટ મેટ ગાલા ઇવેન્ટમાં 1 લાખ મોતીથી શણગારેલા આઉટફિટમાં છવાઇ, ફેને બૂમ પાડીને કહ્યું…

Alia Bhatt Met Gala: મેટ ગાલાના પ્રારંભિક દિવસનો આલિયા ભટ્ટ (Alia Bhatt) નો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક્ટ્રેસ બહાર નીકળતા જ ફેન્સ અને ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી.

alia bhatt met gala 2023 photos
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઇલ તસવીર

દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટમાંથી એક મેટ ગાલા 2023ની (Met Gala 2023) પહેલી મેથી શરૂઆત થઈ ગઈ છે. જેમાં આ વર્ષે આલિયા ભટ્ટે (Alia Bhatt) ડેબ્યૂ કર્યું અને પહેલા જ દિવસે ઓલ-વ્હાઈટ લૂકમાં લાઈમલાઈટ લૂંટી લીધી. આ વખતની થીમ ‘કાર્લ લેગરફેલ્ડઃ એ લાઈન ઓફ બ્યૂટી’ (Karl Lagerfeld: A Line of Beauty) છે. દિવંગત ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડને સન્માનિત કરતાં આ વખતની થીમ તૈયાર કરવામાં આવી છે, જે નેશનેલ બ્રાન્ડના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે.

લેગરફેલ્ડને ફેશનની દુનિયાના દિગ્ગજ તરીકે ઓળખવામાં આવે છે. તેમને શ્રદ્ધાંજલિ આપતાં એક્ટ્રેસે મોતીમાંથી બનેલા ગાઉનની પસંદગી કરી હતી. આલિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર રેડ કાર્પેટમાં એન્ટ્રી દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે, આ સાથે તેનું ગાઉન કેટલા મોતીમાંથી બનાવવામાં આવ્યું હતું તે સહિતની માહિતી આપી છે.

આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે કે, મેટ ગાલા-કાર્લ લેગરફેલ્ડ:અ લાઇન ઓફ બ્યૂટૂ. હું હંમેશાથી આઇકોનિક શનેલ બ્રાઇડથી આકર્ષિત રહી છે. સીઝન પછીની સીઝન, કાર્લ લેગરફેલ્ડની પ્રતિમા તેમની અત્યંત નવીન વસ્ત્રોમાં ચમકી. મારો આજ રાતનો લૂક તેનાથી અને ખાસ કરીને સુપરમોડલ ક્લાઉડિયા શિફરના 1992ના શનેલ બ્રાઈડલ લૂકથી પ્રેરિત હતો. હું તેવું કંઈક કરવા માગતી હતી જે ઓથેન્ટિક અને મેડ ઈન ઈન્ડિયા લાગે (હેલ્લો પર્લ્સ). 1 લાખ પર્લ્સથી કરેલું એમ્બ્રોઈડરીએ @prabalgurungના પ્રેમનો શ્રમ છે.

આલિયાની બહેન શાહીન ભટ્ટે પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે ‘એન્જલ’. એક્ટ્રેસની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પ્રિયંકા ચોપરાની મેનેજર અંજુલ આચારિયાએ લખ્યું છે ‘લવ યુ મારી મિત્ર’. મનિષ મલ્હોત્રાએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય ફેન્સે પણ ફાયર ઈમોજી મૂકતાં તેને ‘બ્યૂટિફૂલ’ ‘સ્ટનર’ અને ‘ગોર્જિયસ’ કહી છે.

મેટ ગાલાના પ્રારંભિક દિવસનો આલિયા ભટ્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક્ટ્રેસ બહાર નીકળતા જ ફેન્સ અને ફોટોગ્રાફર્સે તેને ઘેરી લીધી હતી. આ દરમિયાન એક ફેને બૂમ પાડીને ‘આઈ લવ યુ’ કહ્યું હતું, જેના જવાબમાં એક્ટ્રેસે ફ્લાઈંગ કિસ આપી હતી અને હાથની મદદથી હાર્ટ બનાવ્યું હતું. આ સાથે કહ્યું હતું ‘આભાર આઈ લવ યુ ટુ’.

આ પણ વાંચો: આર્યન ખાનની લકઝરી ક્લોથિંગ બ્રાન્ડની કિંમત જાણીને લોકો ચકરાવે ચડ્યા, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાનો ઢગલો

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો અભિનેત્રી તેની અપકમિંગ હોલિવૂડ ડેબ્યૂના પ્રમોશનમાં વ્યસ્ત થઇ જશે. ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં એક્ટ્રેસ ગેલ ગેડોટ અને જેમી ડોર્નન સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ સ્પાઇ થ્રિલર 11 ઓગસ્ટે રિલીઝ થશે. આ સિવાય એક્ટ્રેસ ખૂબ જલ્દી કરણ જોહર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે જોવા મળશે, જે આ વર્ષે 28 જુલાઈના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વના રોલમાં છે. તે ફરહાન અખ્તરની ગર્લ રોડ ટ્રિપ આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જેમા પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ પણ લીડ રોલમાં છે.

Web Title: Alia bhatt met gala 2023 photos instagram upcoming movie news

Best of Express