scorecardresearch

આર્યન ખાનની લકઝરી ક્લોથિંગ બ્રાન્ડની કિંમત જાણીને લોકો ચકરાવે ચડ્યા, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાનો ઢગલો

Aryan Khan Brand: આર્યન ખાને જે ક્લોથિંગ બ્રાન્ડ ઓનલાઈન શરૂ કરી તેની વેબસાઈટ પર જે કપડાં મળે છે. તેની કિંમત જોઈને લોકોનું માથું ચકરાવે ચડી ગયું છે. કારણ કે, 24,000 રૂપિયાથી તો માત્ર ટીશર્ટની કિંમત શરૂ થાય છે.

shah rukh khan and aryan khan news
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને આર્યન ફાઇલ તસવીર

Aryan Khan Clothing Line: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન દરરોજ ચર્ચાનો વિષય બને છે. આર્યન ખાન તાજેતરમાં જ એક એડમાં જોવા મળ્યો હતો, તેણે પોતાનુ ડેબ્યૂ પિતા સાથે કર્યુ છે. હાલ આર્યન ખાન તેના પહેલા પ્રોજેક્ટને કારણે ચર્ચામાં છે. આર્યન ખાને પોતાનો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં તે પોતાના પિતા શાહરૂખ ખાનને ડાયરેક્ટ કરતા જોવા મળશે. લાંબા સમયથી ચર્ચા હતી કે તે ટૂંક સમયમાં ડાયરેક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરશે અને હવે ફાઈનલી તે સમય આવી ગયો છે. આર્યન પોતાના પહેલા પ્રોજેક્ટને રેડ ચિલીસ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનાવવા જઈ રહ્યો છે. આ વચ્ચે આર્યન ખાન બીજી એક વાતને લઇને ખુબ ચર્ચામાં છે. આર્યન ખાને પોતાની એક લકઝરી ક્લોથિંગ બ્રાન્ડ લોન્ય કરી છે. આ બ્રાન્ડને લઇને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આર્યન ખાને જે ક્લોથિંગ બ્રાન્ડ ઓનલાઈન શરૂ કરી તેની વેબસાઈટ પર જે કપડાં મળે છે. તેની કિંમત જોઈને લોકોનું માથું ચકરાવે ચડી ગયું છે. કારણ કે, 24,000 રૂપિયાથી તો માત્ર ટીશર્ટની કિંમત શરૂ થાય છે. એટલું જ નહીં, અહીં 2 લાખથી વધુની કિંમતના જેકેટ પણ મળે છે, પરંતુ આ કિંમતના કારણે લોકો ભારે ટીકા કરી રહ્યા છે. મહત્વનું છે કે, સામાન્ય લોકો તો આ કપડા ખરીદી જ ના શકે અથવા તો ખરીદતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. તેવામાં આ અંગે લોકોના રિએકશનની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ થઇ રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યૂઝરે તો સલમાન ખાનની ફિલ્મ તેરે નામની એક ક્લિપ શેર કરી અને લખ્યું, યે કપડે બેચ રહે હૈ જેની કિંમત મેરી ફિલ્મ સે ભી જ્યાદા હૈ. અચ્છે દિન કબ આયેંગે, કમ સે કમ કુછ કરો ભાઇ. જ્યારે અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે ફિર હેરા ફેરીની એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં પરેશ રાવલને પૈસા ચૂકવવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારે તે કહે છે કે, ત્રણ દિવસ તો બહુ ઓછો સમય છે ઓછામાં ઓછો 30 વર્ષનો સમય આપો. આમ સોશિયલ મીડિયા પર આ પ્રકારની ઢગલાબંઘ ટિપ્પણીઓ આવી રહી છે. આર્યને આ બિઝનેસને અનેક લોકો (Leti Blagoeva અને Bunty Singh) સાથે મળીને શરૂ કર્યો છે. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણેયે મળીને D’YAVOL નામથી હજી એક વસ્તુ લોન્ચ કરી હતી.

આ પણ વાંચો: મહિલાઓ જેટલી ઢંકાયેલી હશે તેટલું વધુ સારું: સલમાન ખાન

હવે આર્યન ખાનના પ્રથમ પ્રોજેક્ટની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, વેબ-સિરીઝમાં છ એપિસોડ હશે અને તેનુ નામ સ્ટારડમ રાખવામાં આવ્યુ છે. આર્યને બિલાલ સાથે સિરીઝનું સહ-લેખન કર્યુ છે. આ સિરીઝને લઈને વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે. હાલ તો આર્યનના આ પ્રોજેક્ટની જાહેરાતે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે કે આખરે આમાં ખાસ શુ હશે.

Web Title: Aryan khan brand dyavol x clothes price website latest news

Best of Express