Alia Bhatt buys a new house in Bandra: નાની ઉંમરે પોતાની દમદાર એક્ટિંગના કારણે જગવિખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટે વધુ એક બાંદ્રા વેસ્ટમાં નવું ઘર ખરીધ્યું છે. જેની કિંમત જાણીને તમે દંગ રહી જશો. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે આ મહિનામાં જ તેની બહેન શાહીન ભટ્ટને કરોડો રૂપિયાના બે ફલેટ ગિફ્ટ કર્યા હતા. ત્યારે એવું લાગે છે કે, અભિનેત્રી હાલમાં ધર ખરીદવા પાછળ તેની તમામ કમાણી ખર્ચી રહી છે.
આલિયા ભટ્ટે બાંદ્રા વેસ્ટમાં 2,497 ચોરસ ફૂટનું નવું ઘર ખરીદ્યું છે જેની કિંમત 37.80 કરોડ રૂપિયા છે. જે તેના પ્રોડક્શન હાઉસ ‘Eternal Sunshine Production Pvt Ltd’એ ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવું સરનામું પાલી હિલમાં એરિયલ વ્યૂ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આવેલું છે. તેણે રૂ. 2.26 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હોવાના અહેવાલ છે. આ વેચાણ કરાર 10 એપ્રિલ 2023ના રોજ નોંધાયેલ છે.
આ સિવાય 10 એપ્રિલે આલિયા ભટ્ટે તેની બહેન શાહીન મહેશ ભટ્ટને મુંબઈમાં 7.68 કરોડ રૂપિયાના બે એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યા હતા. જુહુના ગીગી એપાર્ટમેન્ટમાં આવેલો આ ફ્લેટ 2,086.75 સ્ક્વેર ફૂટમાં વિસ્તરેલો છે. તેણે સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 30.75 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આલિયા હાલ પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા સાથે બાંદ્રાના પાલી હિલ સ્થિત ‘વાસ્તુ’માં સ્થિત છે.જ્યાં તેઓએ લગ્ન કર્યા હતા.
આલિયા અને રણબીરે એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીર હાલ એક દીકરીના માતાપિતા છે. રણબીર અને આલિયાની દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બર 2022ના રોજ થયો હતો.
આ પણ વાંચો: બ્લુ ટિકના ચક્કરમાં અમિતાભ બચ્ચનના પૈસા હજમ? બિગ બીએ આ અંદાજમાં કર્યું ટ્વીટ
આલિયા ભટ્ટના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. હવે તે કરણ જોહરના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાણી’માં જોવા મળશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જોવા મળશે. આ સિવાય ‘જી લે ઝરા’માં તે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ સાથે દેખાશે. ઉપરાંત આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી હોલિવુડમાં ડેબ્યૂ કરશે.