આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સંબંઘિત સમાચાર સામે આવ્યાં છે. હાલમાં જ દીકરી રાહાના માતા-પિતા બનેલા આલિયા-રણબીર રાત્રે ફૂટબોલ મેચ જોવા પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો હતો. જેમાં પ્રેક્ષક ગેલેરીમાં કોઈ યુવતી રણબીરને મળવા આવી હતી.
રણબીરે બહુ ઉમળકાભેર તેની સાથે હાથ મિલાવ્યો હતો. આલિયાએ પણ સ્માઈલ આપ્યું હતું.પરંતુ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રણબીરે તે યુવતી સાથે હાથ મિલાવ્યો તે તેને બિલકુલ ગમ્યું નથી. આલિયાનું રિએક્શન ઓનલાઈન ફનનો વિષય બન્યું છે. કેટલાય લોકોએ તેને પઝેસિવ અને જેલસ ગણાવી છે.
આપને જણાવી દઇએ કે, રણબીર આલિયાએ તાજેતરમાં તેના ઘર પર પત્રકારો સાથે ગેટ ટુ ગેધર રાખ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત બોલિવૂડ મોસ્ટ પાવર કપલે વિનંતી કરી કે તેઓ તેમની દીકરીની તસવીરો ક્લિક ન કરીએ. હકીકતમાં રણબીર અને આલિયા દ્વારા લેવામાં આવેલું આ પગલું એકદમ યોગ્ય અને સકારાત્મક છે.
રણબીર અને આલિયા ભટ્ટે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગત વર્ષે 14 એપ્રિલે લગ્ન કરી લીધા. તેમણે રણબીરના મુંબઇ સ્થિત ઘરે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. તે બાદ કપલે જૂન 2022માં ગુડ ન્યૂઝ શેર કરી. 6 નવેમ્બરે તેમની લાડલીએ આ દુનિયામાં જન્મ લીધો.
આ પણ વાંચો: હ્રતિક રોશન અને સબા આઝાદ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે? મિત્રએ આપ્યો આવો જવાબ
આલિયા તથા રણબીર ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળ્યા હતા. આલિયા હવે હોલિવૂડ પ્રોજેક્ટ તથા હિંદી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. રણબીર કપૂર ફિલ્મ ‘એનિમલ’ તથા લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે કામ કરી રહ્યો છે.





