બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષાક બચ્ચન ગત ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેના છૂટાછેડાની ખબરો બી-ટાઉનની ગલીઓમાં ચર્ચાનો વિષય બનેલી છે. જોકે આ કપલે આ વિશે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી અને ન તો ક્યારેય આ ખબરને લઈ ખુલીને વાત કરી છે. હવે એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ પોતાના નામમાંથી ‘બચ્ચન’ સરનેમ કાઢી નાંખી છે. આવામાં ચાલો જાણીએ કે આખરે આ ખબરનું સત્ય શું છે.
ગત ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે, અભિષેક અને ઐશ્વર્યા સાથે દેખાઈ રહ્યા નથી. અનંત-રાધિકાના લગ્નમાં પણ એશ ‘બચ્ચન પરિવાર’ સાથે જોવા મળી ન હતી. ત્યાં જ દીકરી આરાધ્યાના જન્મદિવસ પર તેના પિતા ક્યાંય નજર આવ્યા નહતા. જોકે થોડા દિવસો પહેલા અમિતાભ બચ્ચને એક બ્લોગ શેર કરતા આ ખબરોનું ખંડન કર્યું હતું, પરંતુ હવે ફરીથી કંઈક એવું થયું છે કે બંનેના છૂટાછેડાની ખબરો ચર્ચામાં આવી ગઈ છે.
ખરેખરમાં તાજેતરમાં જ ઐશ્વર્યા રાયે દુબઈમાં યોજાયેલ ઈવેન્ટ ‘ગ્લોબલ વુમન ફોરમ 2024’માં ભાગ લીધો હતો. અહીં તેણે મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. જ્યારે અભિનેત્રી સ્ટેજ પર આવી તો સ્ક્રિન પર નામ ફ્લેશ થયુ, જ્યાં ઐશ્વર્યા રાય – ઈન્ટરનેશનલ સ્ટાર લખ્યું હતું. આવામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને એવી ચર્ચા થઈ રહી છે કે અભિનેત્રીએ પોતાના નામથી ‘બચ્ચન’ સરનેમ કઢાવી નાંખી છે.
શું છે વીડિયોનું સત્ય
તમને જણાવી દઈએ કે, દુબઈ ઇવેન્ટમાં એક્ટ્રેસનું માત્ર ઓફિશિયલ નામનો ઉપયોગ કરાયો છે. એનો મતલબ એવો નથી કે તેણે પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવી નાંખ્યું છે. આવું અમે એટલા માટે પણ જણાવી રહ્યા છીએ કારણ કે ઐશ્વર્યા રાયના ઈન્સ્ટાગ્રામ પેજ પર હાલમાં પણ ઐશ્વર્યા રાય બચ્ચન જ લખેલું છે. માત્ર એટલું જ નહીં, સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રી એક જ વ્યક્તિને ફોલો કરે છે અને તે કોઈ અન્ય નહીં પરંતુ અભિષેક બચ્ચન છે. આવામાં વાયરલ થઈ રહેલી ખબર ખોટી છે.
જણાવી દઈએ કે તાજેતરમાં જ અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન દરમિયાન ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાયના વખાણ કર્યા હતા.