જ્યારે અમિતાભ બચ્ચને અભિનેતા દારૂ અને ડ્રગ્સનો સહારો કેમ લે છે તે અંગે વિચાર કર્યો હતો ત્યારે….

Amitabh Bachchan: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક વખત ફિલ્મોમાં અભિનય કરતા સમયે એક્ટર્સની માનસિક સ્થિતિ અંગે વિચાર કરતા હતા.

Written by mansi bhuva
May 26, 2023 08:31 IST
જ્યારે અમિતાભ બચ્ચને અભિનેતા દારૂ અને ડ્રગ્સનો સહારો  કેમ લે છે તે અંગે વિચાર કર્યો હતો ત્યારે….
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફાઇલ તસવીર

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક વખત ફિલ્મોમાં અભિનય કરતા સમયે એક્ટર્સની માનસિક સ્થિતિ અંગે વિચાર કરતા હતા. બિગ બીએ માતા-પિતાના મૃત્યુના દ્રશ્યને એક વાર નહીં, પરંતુ ઘણી વખત એ પીડામાંથી પસાર થવાનું ઉદાહરણ આપ્યું. બિગ બીએ તેના નિવેદનમાં અભિનેતાઓ એક ફિલ્મમાં એક અનુભવમાંથી પસાર થાય છે. જે તમારામાંથી મોટાભાગના જીવનમાં એકવાર તો તેમાંથી પસાર થાય જ છે તેમ કહ્યું હતું.

અમિતાભ બચ્ચને વધુમાં કહ્યું કે, ધારો કે માતા-પિતાનું મૃત્યુ થયું. તમારામાંથી મોટા ભાગના, ભગવાન ન કરે, એકવાર તે અનુભવમાંથી પસાર થયા હશે, અમારે ઓછામાં ઓછા 10 કે 12 વખત તે અનુભવમાંથી પસાર થવું પડ્યું છે,’ અભિનેતા તેની જૂની ક્લિપમાં કહેતા સાંભળવામાં આવે છે.

આ સાથે અમિતાભ બચ્ચને કહ્યું કે, દ્રશ્યમાં વાસ્તવિકતા લાવવા માટે કલાકારો “ક્યારેક કલ્પના કરવાનું પસંદ કરે છે કે તે ખરેખર અમારી સાથે થઈ રહ્યું છે.” આ વિશે બિગ બીએ વિસ્તારમાં વાત કરી કે, “તે ક્ષણ માટે, અમે ખરેખર તે પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ અને અમારી અંદરની દરેક વસ્તુને છોડી દઈએ છીએ. અમારા માટે તે ચાલુ રાખવા માટે, ફિલ્મ પછી ફિલ્મ, 12-15 વખત, ક્યારેય- ક્યારેક તે ખૂબ જ પીડાદાયક અનુભવ હોય છે, પરંતુ તમે એક વ્યાવસાયિક છો અને તમારા માટે તે કરવું જરૂરી છે, એટલે તમે તે કરો.

પોતાના માતા-પિતાના મૃત્યુનો સીન સ્ક્રીન પર ઘણી વખત કર્યા બાદ અમિતાભ બચ્ચન પણ પોતાની લાગણીઓને લઈને ચિંતિત થઈ ગયા કે વાસ્તવિક જીવનમાં તે ક્ષણ ક્યારે આવી જાય. સાથે જ અમિતાભ બચ્ચને કહ્યું…મને નથી ખબર કે વાસ્તિવકમાં વસ્તુ મારી સાથે ક્યારે થાય છે, તે ક્યું ઇમોશન છે જેના પરથી હું પસાર થઇશ, શું તે અસલી હશે કે પછી જેને મેં ફિલ્મના દ્રશ્યમાં અભિનય દરમિયાન પહેલાથી વ્યય કરી દીધા છે અને ખોઇ દીધા છે. ખરેખર આ એક ડરામણો અહેસાસ છે.

આ ઉપરાંત અમિતાભ બચ્ચને કહ્યું કે, માત્ર દુ:ખવાળા સીન જ નહીં, રોમેન્ટિક અને કોમેડી સીન કરતી વખતે પણ કલાકારો સાથે આવું થાય છે. “મને લાગે છે કે મોટા ભાગના કલાકારો ક્યારેક આમાંથી પસાર થાય છે અને તેઓ તેમની અંદરની લાગણીઓનો ઘણો ખર્ચ કરે છે. તેથી કદાચ ઘણા કલાકારો ભારે મનોવૈજ્ઞાનિક અને માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, આપણામાંના ઘણા તેનો સામનો કરવામાં અસમર્થ હોય છે અને તેનો સામનો કરવા માટે આપણે આલ્કોહોલ અને ડ્રગ્સનો આશરો લઈએ છીએ,”

આ પણ વાંચો: કિયારા અડવાણીને સતાવી રહી છે જાપાન ટ્રીપની યાદ, શેર કરી રોમેન્ટિક તસવીર, પતિ સિદ્ધાર્થે આપી પ્રતિક્રિયા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ પાસે વ્યસ્ત શેડ્યૂલ છે. તેની પાસે કોર્ટરૂમ ડ્રામા સેક્શન 84, પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથેનો પ્રોજેક્ટ અને સહિત ઘણા પ્રોજેક્ટ્સ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ