બોલિવૂડનું ક્યૂટ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી ખૂબ લોકપ્રિય છે. બંનેની જોડી ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સની યાદીમાં સામેલ છે. હાલમાં જ આ કપલ વેકેશન એન્જોય કરવા જાપાન ગયા હતા. આ દરમિયાન સ્ટાર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, હવે બંને તેમના વેકેશન પરથી પાછા ફર્યા છે. બંને હાલમાં જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. હવે કિયારાએ વેકેશનની કેટલીક તસવીર શેર કરી છે, જે ખૂબ જ રોમેન્ટિક છે.
કિયારા અડવાણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. તસવીરમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. જો કે આ તસવીરમાં બંનેનો ચહેરો નહીં પરંતુ તેમની પીઠ દેખાઈ રહી છે. આ દરમિયાન કિયારાએ પિંક કલરનો અને સિદ્ધાર્થે બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ તસવીર શેર કરતા કિયારાએ કેપ્શનમાં લખ્યું છે કે, “મને પાછા લઈ જાઓ.” તેવામાં સિદ્ધાર્થે કિયારાની પોસ્ટનો શાનદાર જવાબ આપ્યો છે. સિદ્ધાર્થ કિયારાની પોસ્ટને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને પ્રતિક્રિયા આપી છે કે, ‘ફરી પાછા ચાલીશું’.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની તસવીરો તેમના ચાહકોને ખૂબ પસંદ આવી હતી. ચાહકો આ સ્ટાર કપલ પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. કિયારા અડવાણીના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળશે. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ યોદ્ધામાં નજર આવશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જેસલમર ખાતે સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીના રોજ લગ્નગ્રંથિથી જોડાઇ ગયા છે. આ સાથે તેમના પ્રેમને મંઝિલ મળી ગઇ. બોલિવૂડના મોસ્ટ લવેબલ કપલ સિદ્ધ કિયારાના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો સામેલ થયા હતા. લગ્નમાં કરણ જોહર, શાહિદ કપૂર, મીરા રાજપૂત, જુહી ચાવલા અને મનીષ મલ્હોત્રા પહોંચ્યા હતા.