બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ ઉંમરે પોતાના કામ પ્રત્યે પેશન ધરાવે છે. પેશન પણ એવું કે આજના યંગ સ્ટર્સને જોરદાર ટક્કર આપે. ત્યારે અમિતાભ બચ્ચને ગઇકાલે સોમવારે પોતાના કાર્યસ્થળ પર સમયસર પહોંચવા અને મુંબઇના ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે અજાણ્યા બાઇક ચાલક પાસેથી લિફ્ટ માગી હતી. આ પછી અનુષ્કા શર્માએ આ જ પ્રકારે એક અજાણ્યા શખ્સની મદદ લીધી હતી. આ પછી તેઓએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જો કે, ટ્રાફિક શિસ્ત અંગે આપવા જતાં તેઓ પોતે જ તેમાં ફસાઇ ગયા છે.
અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માની બાઇક રાઇડની તસવીરોમાં લોકોએ જોયું કે ન તો સ્ટાર્સે ન તો ડ્રાઇવરે હેલમેટ પહેર્યું હતું. જેને પગલે હવે મુંબઇ પોલીસ આ બંને સ્ટાર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ મામલે મુંબઇ પોલીસ પાસે પહોંચેલા ટ્વિટર યૂઝર્સને જવાબ આપતા પોલીસે કહ્યું હતું કે વાસ્તવમાં તેઓએ મામલે કડકાઇ વર્તી અને અમે યાતાયાત શાખા સાથે આ ઘટના શેર કરી છે.
ઉલ્લેખનીય છે કે,બિગ બીએ એક લાંબી બ્લોગ પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, લોકો રસ્તા પર બેફામ હંકારે છે, આ લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે મળી ગયાં તે નવાઈ છે. તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. આ લોકોનાં વાહન અટકાવી નીચે ઉતારી ટ્રાફિક નિયમો વિશે જણાવવું જોઈએ.
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ અને દિશા પટનીના સંબંધને લઇને માતા આયશાનો મોટો ખુલાસો, કહ્યું બંને વચ્ચે…
જોકે, આ બ્લોગ લખ્યા બાદ સંખ્યાબંધ લોકોએ તેમને કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે, નિયમ અનુસાર બાઈક ચાલક તથા તેની પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. પરંતુ, તમારા બેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેરી નથી.