બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સના અફેરના સમાચાર વાયરલ થતા રહે છે. આમાંના ઘણા સ્ટાર્સના સંબંધો લગ્ન સુધી પહોંચી જાય છે, જ્યારે ઘણા કપલ્સના બ્રેકઅપ થઈ જાય છે. જેમાંથી એક ટાઇગર શ્રોફ અને દિશા પટની છે. ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani) લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઈ ગયા છે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ તેમના અલગ થવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આવા સંજોગોમાં ટાઇગર શ્રોફની માતાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ટાઇગર શ્રોફની માતા આયશા શ્રોફે તાજેતરમાં જૂમ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન આયશાએ ટાઇગર અને દિશાના સંબંધને લઇને મોટો ખુલાસો કર્યો હતો. આયશાએ પોતના નિવેદનમાં કહ્યું હતું કે, મને પણ ટાઇગર અને દિશાના ડેટિંગની અફવાઓ વિશે સાંભળવા મળ્યું હતું. પરંતુ ખરેખર તે બંને વચ્ચે એવું કંઇ નથી. ટાઇગર અને દિશા સારા મિત્રો છે. હું પોતે દિશાની સારી મિત્ર છું. તો એવું કંઇ હોત તો તે અંગે પહેલા મને ખબર પડેત.
આ સિવાય આયશા શ્રોફે ટાઇગરની સારી ફિલ્મો વિશે કરતા કહ્યું હતું કે, મને ટાઇગરની ફિલ્મ ‘વોર’ સૌથી વધુ પસંદ છે. આ પછી ‘હિરોપંતી 2’ છે પણ તે એટલી ખાસ ના લાગી.
આ પણ વાંચો: અક્ષય કુમારને મળ્યો પ્રેમમાં દગો, સાંભળો ‘ક્યાં લોગે તુમ’ ગીત
મહત્વનું છે કે, ટાઇગર શ્રોફ અને દિશા પટનીની ડેટિંગની અફવા વર્ષ 2016થી બજારમાં ઉડવા લાગી હતી. આ બંને સાથે એક મ્યૂઝિક વીડિયો પણ કર્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે મિત્રતા બંધાઇ હતી. ત્યારબાદ દિશા અને ટાઇગર ફિલ્મ બાગી 2માં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે દિશા પટની ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ છે. જો કે ટાઇગર શ્રોફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેઓ દિશાને તેની સારી મિત્ર માને છે.