મંગળવાર (28 ફેબ્રુઆરી) ના રોજ બોલિવૂડના બે દિગ્ગજ સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી બોલિવૂડનો સ્ટાર્સના ઘરમાં બોમ્બ રાખ્યો હોવાનો દાવો કર્યો હતો.
આ પછી પોલીસ અને બોમ્બ સ્કોવડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ પોલીસ તેમને આ પ્રકારનો ફોન કરનાર વ્યક્તિની શોધ કરી રહી છે.
મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે,મંગળવારે નાગપુર પોલીસ કંટ્રોલ રુમને ફોન આવ્યો હતો. જેમાં એક અજાણ્યા શખ્સે બોલિવૂડના ખ્યાતનામ એક્ટર અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરમાં બોમ્બ રાખ્યો હોવાનો દાવો કર્યો હતો.
આ સમાચાર સાંભળતા જ અફરાતફરી મચી ગઈ હતી.નાગપુર પોલીસને જાણકારી મળ્યા બાદ મુંબઈ પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ અને તેમને સ્ટાર્સના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી.સાથે જ ચક્રોગતિમાન કર્યો હતો.
કોલ પર અજાણ્યા શખ્સે એવો પણ દાવો કર્યો હતો કે, આંતકી હુમલાને અંજામ આપવા માટે 25 આતંકવાદી મુંબઈમાં પહોંચી ચુક્યા છે. આ ધમકી આપીને શખ્સે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ નાગપુર પોલીસે મુંબઈ પોલીસને જાણકારી આપી અને તુરંત કાર્યવાહી કરવાનું શરુ કરી દીધું.