ટાઇગર શ્રોફ ફિલ્મી દુનિયામાં એક્શન હીરો તરીકે ખ્યાતિ ધરાવે છે. ટાઇગર શ્રોફ આજે 2 માર્ચના રોજ પરિવાર સાથે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. શું તમે જાણો છો આજે ટાઇગર શ્રોફ તરીકે જાણીતા અભિનેતાનું બાળપણનું નામ ‘જય હેમંત શ્રોફ’ હતું. પરંતુ જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેનું નામ ‘ટાઈગર’ રાખવામાં આવ્યું હતું. બાળપણથી જ માર્શલ આર્ટની તાલીમ લઈ રહેલો ટાઈગર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી બાબતોને સાર્વજનિક કરવાનું નથી ગમતું.
જો ટાઇગર શ્રોફના અભ્યાસ અંગે વાત કરીએ તો ટાઈગર શ્રોફે અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. અભિનેતા ‘હીરોપંતી’, ‘બાગી’ અને ‘વોર’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આવો અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને તેમની કમાણી વિશે જણાવીએ…
શરૂઆતના દિવસોમાં ટાઇગરને સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ અને ડાન્સમાં વધુ રસ પડતો હતો. તેણે ચાર વર્ષની ઉંમરમાં જ માર્શલ આર્ટની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બાદમાં તેણે અભિનયમાં પોતાની કારકિર્દી બનાવી. ટાઇગરે ફિલ્મ હીરોપંતીથી ફિલ્મી દુનિયામાં આગમન કર્યું હતું. જે વર્ષ 2014માં રિલીઝ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ખૂબ જ ઓછા સમયમાં ટાઈગરે લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે.
ફિલ્મોમાં ટાઈગર એક સારા એક્શન અભિનેતા તરીકે ઉભરી આવ્યો છે. તે એક સારો ડાન્સર પણ છે. તે માઈકલ જેક્સનનો મોટો ફેન છે. સ્ટંટની સાથે તેણે પોતાની ફિલ્મોમાં પણ ડાન્સનું કૌશલ્ય ઘણીવાર પ્રદર્શિત કર્યું છે. વર્ષ 2014માં તેને તાઈકાંન્ડોમાં ‘બ્લેક બેલ્ટ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યો હતો.
ટાઈગર શ્રોફ ઇન્ડસ્ટ્રીના એવા દુર્લભ કલાકારોમાંથી એક છે જે સિગારેટ કે દારૂનું સેવન કરતા નથી. એકંદરે એમ કહી શકાય કે, ટાઇગર આજના યુવાનોને ઘણી હદે પ્રોત્સાહિત કરે છે.
ટાઇગર શ્રોફના અંગત જીવન વિશે વાત કરીએ તો તે દિશા પટની સાથે રિલેશનશીપમાં હતો. જો કે, થોડા સમય પહેલા જ બંનેના આ સંબંધનો અંત આવી ગયો છે. આ કપલ ફિલ્મ ‘બાગી 2’માં પણ સાથે કામ કર્યું છે.
ટાઇગર શ્રોફની નેટવર્થ વિશે વાત કરીએ તો અભિનેતાની કુલ સંપત્તિ 80 કરોડ આસપાસ છે, તે એક ફિલ્મ માટે આશરે 8 કરોડ રૂપિયા લે છે. તેઓ જાહેરાત માટે 4 થી 5 કરોડ રૂપિયા પણ વસૂલે છે. ટાઇગર પાસે BMW 5 સિરીઝ, રેન્જ રોવર, જગુઆર છે. જેની કિંમત કરોડો રૂપિયા છે. આ સિવાય તેણે મુંબઈમાં સી ફેસિંગ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે. તેની પાસે આ પહેલા પણ કરોડોની કિંમતના બે ફ્લેટ હતા.