વર્ષોથી લોકોને ખિલખિલાટ હસાવનાર કોમેડિયન કપિલ શર્મા દર્શકોનું ટીવી પર ભરપૂર મનોરંજન કરી હવે મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. વર્ષો પહેલા તેની ફિલ્મ આવી હતી ‘કિસ કિસ કો પ્યાર કરું’, જે તદ્દન ફ્લોપ રહી હતી. તેમાં તે ફુલ-ટુ કોમેડી કરતો જોવા મળ્યો હતો. રોમેન્ટિંક-ડ્રામા ફિલ્મ કર્યા પછી હવે તે એક ઈમોશનલ મૂવીમાં જોવા મળશે, જે 17 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મનું નામ છે ‘ઝ્વિંગાટો’ અને તેને નંદિતા દાસે (Nandita Das) ડાયરેક્ટ કરી છે. તેનું આ ફિલ્મનું ટ્રેલર ગઇ કાલે (1 માર્ચ) રિલીઝ કરી દેવાયુ છે, જેના પર લોકોના જબરજસ્ત પ્રતિક્રિયા આવી રહી છે.
કપિલ શર્મા અને શહાના ગોસ્વામી ‘ઝ્વિંગાટો’ (Zwigato) મૂવી એક ફૂડ ડિલીવરી બોયની કહાની છે. લોકડાઉન દરમિયાન તેની સ્થિતિ શું થઈ ગઈ હતી, તેની ઝલક આ મૂવીમાં અસરકારક રીતે બતાવવામાં આવ્યું છે. 2 મિનિટ 07 સેકન્ડના ટ્રેલરમાં કપિલ એક ફેમિલી મેન બન્યો છે. જેને પત્ની અને બે બાળકો છે. વધુ ડિલીવરી કરી વધુ ઈન્સેન્ટિવ્સ અને વધુ ગોલ અચીવ કરવાના ચક્કરમાં તે સતત દોડતો રહેતો હોય છે. પણ નસીબ તેને સાથ નથી આપતું અને એવામાં લોકો પોતાના ઓર્ડર્સ કેન્સલ કરવા લાગી જાય છે.
આર્થિક તંગીમાંથી બહાર નીકળવા માટે તેની પત્ની પણ નોકરી કરવા લાગે છે. જોકે, અંતે તેમના જીવનમાં કેવા વળાંકો આવે છે, એ તો મૂવી જોવા પછી જ ખબર પડશે. તે પહેલા જાણીએ ટ્વિટર પર લોકો શું કહી રહ્યા છે?
આ પણ વાંચો: ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્રિહોત્રી ‘GIFA ગોલ્ડન એવોર્ડ’થી સમ્માનિત
કપિલની મૂવીનું ટ્રેલર ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ છે. હવે 1 માર્ચે સમગ્ર દુનિયા સામે આ ટ્રેલર રજૂ કરાયું છે. તેના ટ્રેલરને જોયા પછી લોકો કપિલ અને મેકર્સની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.