scorecardresearch

અમિતાભ બચ્ચનને બોક્સિંગ મેચમાં નાક અને આંખમાં ઇજા થયા બાદ પિતા હરિવંશ રાયની આવી હતી પ્રતિક્રિયા, બિગ બીએ શેર કર્યો કિસ્સો

Amitabh Bachchan: હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. તેણે એક બ્લોગમાં લખ્યું છે કે, જ્યારે તે ચોથા કે પાંચમા ધોરણમાં હતો ત્યારે તેણે બોક્સિંગ મેચમાં ભાગ લીધો હતો અને તેને ઈજા થઈ હતી.

amitabh bachchan news
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. તેણે એક બ્લોગમાં લખ્યું છે કે, જ્યારે તે ચોથા કે પાંચમા ધોરણમાં હતો ત્યારે તેણે બોક્સિંગ મેચમાં ભાગ લીધો હતો અને તેને ઈજા થઈ હતી, તેની આંખ અને નાકમાં ઈજા થઈ હતી. જે બાદ તેણે તેના પિતાને પત્ર લખ્યો હતો. જવાબમાં પત્ર મોકલવાને બદલે તેમના પિતાએ 1953માં કેમ્બ્રિજથી એક પુસ્તક મોકલ્યું, જેના પર તેમનો સંદેશ લખાયેલો હતો. બિગ બીએ કહ્યું કે, તાજેતરમાં જ તેમની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચનને તેમના પિતાનું પુસ્તક તેમની લાઇબ્રેરીમાંથી મળ્યું છે.

બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું, ‘હા, અને આકર્ષણ સ્વાભાવિક છે જ્યારે લાઇબ્રેરીમાં બાબુજીની પુસ્તકો રાખેલી હોય છે. તેવામાં સંયોગથી એક એવું પુસ્તક મળી જાય છે, જેના પર હસ્તાતક્ષર કરેલા હોય છે અને તમને એક નાના સંદેશા સાથે સમર્પિત કરવામાં આવેલું હોય છે. જયા બચ્ચન દ્વારા મારી પાસે એ પુસ્તક આવ્યું, થોડું ફાટેલું છે, પરંતુ વાંચવા લાયક છે.

આ પણ વાંચો: સારા અલી ખાન તેની આગામી ફિલ્મની સફળતા માટે અજમેર શરીફ દરગાહની મુલાકાતે, અભિનેત્રીને જોવા ઉમટી ભીડ

બિગ બીએ આગળ લખ્યું, ‘જ્યારે હું વર્ષ 1953-54માં બોયઝ હાઈસ્કૂલના ચોથા કે પાંચમા ધોરણમાં હતો અને બાબુજી તેમના અભ્યાસ માટે ઈંગ્લેન્ડમાં હતા ત્યારે મેં સ્કૂલમાં બોક્સિંગ રિંગમાં ભાગ લીધો હતો.

મારા ઘરના બ્લુ હાઉસના કોક હાઉસ પોઈન્ટ વધારવા માટે અને સફળ મુકાબલા પછી, આગામી એકમાં પરાજય થયો. હાર બાદ તેની એક આંખ કાળી થઈ ગઈ હતી અને તેના નાકમાંથી લોહી આવવા લાગ્યું, જેના જવાબમાં તેના પિતાએ બોક્સિંગ બુક મોકલી, જેના પહેલા પેજ પર લખ્યું હતું કે ‘સારા કઠિન ઘા મનને પ્રસન્ન કરે છે’.

વર્ક ફ્રન્ટ પર, અમિતાભ પ્રોજેક્ટ K માં જોવા મળશે, જેમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ પણ છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ દ્વિભાષી છે, જેનું શૂટિંગ હિન્દી અને તેલુગુમાં એક સાથે વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. બિગ બી રિભુ દાસગુપ્તાની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ સેક્શન 84માં પણ જોવા મળશે. તેમણે સોની ટીવી પર કૌન બનેગા કરોડપતિની નવી સીઝનની પરત ફરવાની પણ જાહેરાત કરી હતી.

Web Title: Amitabh bachchan blog boxing match latest bollywood update

Best of Express