આ સદીના મહાનાયક અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેમની સ્વર્ગવાસ માંની 15મી પુણ્યતિથિ નિમિતે તેમની સાથેની આખરી ક્ષણોને યાદ કરીને તેમની આંખો ભીની થઇ ગઇ હતી. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, જ્યારે તેઓ તેમની માં ને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા તો ડોકટર્સે તેમને રોક્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે (21 ડિસેમ્બર) અમિતાભ બચ્ચનની માં તેજી બચ્ચનના અવસાનને 15 વર્ષ પૂર્ણ થયા.
અમિતાભ બચ્ચન તેના દિલની વાતો તેમના બ્લોગના માઘ્યમથી અવારનવાર કરતા હોય છે. ત્યારે ફરી બિગ બીએ બ્લોગમાં તેમની માં ને યાદ કરતા લખ્યુંછે કે, તેમની યાદમાં આજે તેમની કોઇ તસવીર નથી, જે તેમની ખુબસુરતીનું પ્રમાણ આપી શકે. અમિતાભ બચ્ચને તેમની અમ્મા જીને સૌથી સુંદર સ્ત્રી તરીકે વ્યક્ત કરતા બ્લોગમાં લખ્યું કે, ‘હમ સભી અપનો કા હાથ થામે ખડે હૈ રહે, ભત્રીજાઓ તેમજ બાળકોની આંખોમાંથી આંસુ વહેતા હતા. ત્યારે હું બોલ્યો…ડોક્ટર રહેવા દો…તેમને છોડી દો…તેઓ જાવા માંગે છે…રૂકો વધુ મહેનત ન કરો…તબીબના દરેક પ્રયાસ તેમની સિસ્ટમ માટે દર્દનાક હતા. દે અમારા માટે ત્યાં ઉભા રહીને જોવું પીડાદાયક હતું.
વઘુમાં બ્લોગમાં અમિતાભ બચ્ચને લખ્યું છે કે, પ્રતિક્ષા (બિગ બીનો બંગલો) ના લિવિંગ હોલની સફાઇ કરવામાં આવી હતી. તેમની તસવીર, તેમનો સુંદર ચહેરો, થોડાક સફેદ ફૂલોના કિનારે. આ સાથે બિગ બીએ બ્લોગમાં લખ્યું છે કે, તેમની ભત્રીજીઓ આવી અને માંની બાજુમાં બેસીને આખી રાત ગ્રંથ સાહબ શબ્દના પાઠ કર્યા. તેમના અંતિમ સંસ્કાર બાદ તેમની રાખને એ પવિત્ર સ્થાનો પર લઇ ગયા જેમાં માંને શ્રદ્ધા અને વિશ્વાસ તેમજ પ્રાર્થના કરતી હતી. તેમના રૂમમાં પતિ હરિવંશ રાય બચ્ચનની તસવીર પાસે જ તેમની તસવીર લગાડવામાં આવી છે.
તેજી બચ્ચનની પુણ્યતિથિ નિમિતે તેમની યાદમાં કરેલા અમિતાભ બચ્ચનના બ્લોગને વાંચીને તેમના ચાહકો પણ ભાવુક થઇ ગયા છે. તેમના ચાહકોએ તેજી બચ્ચનના આત્માની શાંતિ માટે દુઆ માંગી છે.
તમને જણાવી દઇએ કે તેજી બચ્ચન સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને શિક્ષક હતી. તેજી બચ્ચનને વર્ષ 2007માં મહિનાઓ સુધી મુંબઇની લીલાવતિ હોસ્પિટલમાં દાખલ રાખવાની ફરજ પડી હતી. પરંતુ તેમની તબિયતમાં કોઇ સુધાર ન આવતા 21 ડિસેમ્બરના રોજ 93 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું.