દુનિયાના સૌથી ચર્ચિત લીડિંગ મેગેઝીનમાંના એક Empireએ અત્યાર સુધીના 50 સર્વશ્રેષ્ઠ અને પૉપ્યુલર એક્ટર્સની એક યાદી જાહેર કરી છે. શાહરુખ ખાન (Shah rukh khan) આ લિસ્ટમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય અભિનેતા બન્યા છે.
આ યાદીમાં અત્યાર સુધીના 50 મહાન કલાકારોના નામ જણાવવામાં આવ્યા છે. જેમાં શાહરૂખ ખાન ઉપરાંત ડેન્ઝેલ વોશિંગ્ટન, ટોમ, ક્રૂધ, મેરિલીન મનરો, ફ્લોરેન્સ પ્યૂ, રોબર્ટ ડી નીરો, હીથ લેજર, લિયોનાર્ડો ડી કેપ્રિયો, ટોમ હાર્ડી, મેરિલ, સ્ટ્રીપ, કેટ વિન્સલેટ અને ટોમ હેન્કસ જેવા કલારારોનો સમાવેશ થાય છે.
શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ (Shah rukh khan upcoming movie) ‘પઠાણ’ને (Pathaan) લઇને વિવાદોમાં ઘેરાયલો છે. ત્યારે આ દરમિયાન તેમણે એક ખિતાબ પોતાના નામે કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે. શાહરૂખ ખાનનું નામ એમ્પાયર મેગેઝિનમાં દુનિયાના મહાન એકટર્સની યાદીમાં સામેલ કરીને કિંગ ખાનની જોરદાર પ્રશંસા કરવામાં આવી છે. આ યાદી રીડર્સના વોટિંગના આધારે તૈયાર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મેગેઝિન દ્વારા ફેબ્રુઆરી 2023ની આવૃતિ તૈયાર કરવા માટે તેના વાચકોને તેમના મનપસંદ કલાકારો અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે. શાહરૂખ ખાનની પાછલા દાયકાઓમાં મળેલી સફળતાઓનો ઉલ્લેખ કરીને મેગેઝિને તેની ખુબ સરાહના કરી છે. જેમાં કરણ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’ માંથી રાહુલ ખન્ના, સંજય લીલા ભણાસાલીની ‘દેવદાસ’ માંથી દેવદાસ મુખર્જી, આશુતોષ ગોવારીકરની ‘સ્વદેશ’ માંથી મોહન ભાર્ગવ અને કરણ જોહરની ‘માય નેમ ઇઝ ખાન’ માંથી રિઝવાન ખાનના પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એમ્પાયર મેગેઝિને શાહરૂખ ખાનની સુંદર તસવીર શેર કીરીને લખ્યું, મિસ માર્વેલના ફેવરિટ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની લગભગ ચાર દાયકાની હિટ કારકિર્દી છે. વિશ્વભરમાં તેના અબજો ચાહકો છે. તે તેની અદ્ભૂત શૈલીના કરિશ્માને કારણે જ આ કરી શકે છે, લગભગ દરેક શૈલીમાં સફળ છે, એવું કંઇ નથી જે તેના માટે અસંભવ હોય. વિશ્વભરના સિનેમાના કેટલાક યાદગાર સ્ટાર્સ જેમ કે અલ પચિનો, જોક્વિન પીનિક્સ અને લિયોનાર્જો ડી કેપ્રિયો સહિત ઓમ શાંતિ ઓમ સ્ટાર લિસ્ટમાં શાહરૂખનો જબ તક હૈ જાનનો પ્રખ્યાત સંવાદ પણ સામેલ છે. ‘પ્રતિદિન જીવન આપણને થોડું મારે છે. બોમ્બ તમને માત્ર એક જ વારમાં મારશે’.
શાહરૂખ ખાનના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો ચાર વર્ષ બાદ સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શિત સાહસ ‘પઠાણ’માં જોવા મળશે. જેમાં તે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સાથે કામ કરશે. ફિલ્મના પ્રથમ ગીત ‘બેશરમ રંગ’ને લઇ દેશમાં હંગામો મચ્યો છે. આ ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરતા દેશના ખુણે ખુણે વિરોધના સૂર સંભળાય રહ્યા છે. આ વિવાદના કારણે ઘણા રાજ્યોમાં ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠી છે. ત્યારે હવે આ ફિલ્મનું બીજુ ગીત બજારમાં રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર્સ તૈયારી રહ્યા છે.
આ વિવાદને પગલે શાહરૂખ ખાને 28માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘નકારાત્મક ઉર્જા સોશિયલ મીડિયાને ચલાવી રહ્યું છે, પરંતુ હુ કોઇ પણ સંજોગોમાં સકારાત્મક રહીશ’.