આજે 8 માર્ચના રોજ દેશભરમાં ઠેર ઠેર રંગોના આ તહેવાર ધૂળેટી પર લોકો પોતાના દુ:ખ અને ઉદાસી ભૂલીને રંગોમાં ઓતપ્રોત થઇ ગયા છે. ત્યારે આ પર્વની બોલિવૂડમાં પણ ખુબ જ ધામધૂમપૂર્વ ઉત્સાહભેર ઉજવણી થાય છે. ઇન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચનને પણ ધૂળટી રમવી ખુબ જ લોકપ્રિય છે, પરંતુ તેઓ થોડાક દિવસ પહેલાં હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ના એકસન શીન કરતા સમયે પાંસળીમાં ઇજા થવાના કારણે હોળી રમી શકે તેમ નથી.
આ સ્થિતિમાં અમિતાબ બચ્ચને એક બ્લોગ લખ્યો છે. જેમાં તે જૂની હોળીને યાદ કરી રહ્યા છે. બિગ બીએ બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, તે પહેલાં જેવી હોળી રમી શકતા નથી. તેણે સ્વાસ્થ્ય અંગે જણાવીને જૂના દિવસો યાદ કર્યા છે. જ્યારે ધૂમધામથી હોળી સેલિબ્રેશન કરતાં હતાં. આ સાથે જ તેમણે પિતા હરિવંશ રાય બચ્ચનની કેટલીક પંક્તિઓ પણ શેર કરી છે.
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે કે,’ ઘરનો સુસ્ત માહોલ અને દરેકની ફિઝિકલ એક્ટિવિટી પર રોકની વચ્ચે હોળીના ઉત્સવમાં ભાગ લેવામાં અસમર્થતા અને હોળીનો ઉલ્લાસ. જે એટલા જોશ અને એટલી સારી રીતે ઉજવવામાં આવતો હતો. તે હવે ખોવાઇ ગયો છે. અને આવું વર્ષોથી છે. અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું કે, ઓપન હાઉસ… દરેકનું ઉલ્લાસપૂર્ણ સ્વાગત, મ્યૂઝિક, ડાન્સ અને સાથે હજારો લોકો. સવારથી શરૂ કરીને ક્યારેય પૂરી ના થાય એવી મસ્તી.
અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું છે કે, એવું હોઈ શકે છે કે સમય ફરી ક્યારેય પાછો ના આવે… પણ મને આશા છે કે, દિવસ આવશે. જોકે, મુશ્કેલ લાગી રહ્યું છે. ઓછામાં ઓછા અત્યાર માટે તો… આવા ચિંતનના સમયમાં બાપુજીના શબ્દો યાદ આવે છે. તેમની કવિતા, જીવન કે પહિયે કે નીચે યાદ આવે છે. તેમના આ બ્લોગમાં અમિતાભ બચ્ચને ફેન્સને તેમના કામની કમી અંગે પણ પૂછ્યું છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન પ્રોજેક્ટ ‘K’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત, અભિનેતાએ કહ્યું…અસહ્ય પીડામાં
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત થવાના સમાચાર સાંભળીને તેમના ચાહકોને મોટા આઘાત લાગ્યો હતો. ત્યારે ચાહકોએ બિગ બી જલ્દીથી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ગઇકાલે (7 માર્ચ) તેમણે ખુદ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કહ્યું કે, હું તમારી પ્રાર્થનાથી સાજો થઈ રહ્યો છું અને આરામ કરી રહ્યો છું.