કિંગ ચાર્લ્સના ઐતિહાસિક રાજ્યાભિષેકના એક દિવસ પછી, રવિવાર, મે 7 ના રોજ ટોમ ક્રૂઝ અને પુસીકેટ ડોલ્સના નિકોલ શેર્ઝિંગર પણ વિન્ડસર કેસલ ખાતે રાજ્યાભિષેક સમારોહમાં હાજર થયા હતા. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે સમારોહમાં ભાષણ આપ્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સોનમ કપૂરની માતા સુનીતા કપૂરે પણ આ ભાષણનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતું કે, ખુબ ગર્વની વાત છે અને બહુ આદરની વાત છે. આ સાથે પિતા અનિલ કપૂરે પણ સોનમ કપૂરની ખુબ પ્રશંસા કરી.
અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર સોનમનો વીડિયો શેર કરીને લખ્યું કે, અમે ખુબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. તેમજ તમામ કોમનવેલ્થ દેશોને સંબોધવા માટે રાજવીઓમાં આમંત્રિત થવું એ સન્માનની વાત છે. એવું લાગે છે કે સોનમે એકતા, સંવાદિતા અને સર્જનાત્મકતાના નવા યુગની શરૂઆત કરવા માટે અન્ય કુશળ કલાકારો સાથે વૈશ્વિક મંચ પર આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.
સોનમ કપૂર પોતના ભાષણની શરૂઆત નમસ્તે’થી કરે છે, જેના વખાણ બધા કરી રહ્યા છે. અભિનેત્રી આગળ કહે છે, ‘આપણો કોમનવેલ્થ એક સંઘ છે. આપણે બધા મળીને દુનિયાના એક તૃતીયાંશ લોકો છીએ, વિશ્વના મહાસાગરોનો એક તૃતીયાંશ ભાગ છીએ, વિશ્વની એક ચતુર્થાંશ જમીન છીએ. આપણામાંથી દરેક વ્યક્તિ વિશેષ છે. અમે સારુ ભવિષ્ય બનાવવા માટે સક્ષમ છીએ જ્યાં દરેકનો અવાજ સાંભળવામાં આવે છે.
સોનમની આ સ્પીચમાં યુઝર્સને ખાસ કંઇ સમજાયુ નથી અને સોનમના આ વીડિયોની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક કરવામાં આવી. યુઝર્સ કોમેન્ટ કરતી વખતે લખ્યું કે, ‘તે પણ જાણે છે કે તે શું બોલી રહી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘જો તેને ઈવેન્ટમાં જવાનું હતું તો તેણે તૈયારી કરવી જોઇતી હતી, પાંચમાં ધોરણની બાળકીની જેમ તે બોલી રહી છે’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મેડમ આ વૈશ્વિક સ્તરે શરમજનક છે.’
નોંધનીય છે કે, સોનમ કપૂર અને આનંદ આહુજા આજે 8 મેના રોજ તેમના લગ્નની પાંચમી વર્ષગાંઠ ઉજવી છે. આ ખાસ અવસર પર સોનમ કપૂરે તેના પતિ આનંદ આહુજાને શુભેચ્છા પાઠવતા કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે.
આ પણ વાંચો: ધ કેરલા સ્ટોરીએ પાંચમાં દિવસે 50 કરોડનો આંકડો વટાવ્યો, પરંતુ કાશ્મીર ફાઇલ્સથી પાછળ
સોનમ કપૂરે આ ફોટા શેર કર્યા અને લખ્યું, ‘આ અમારી વર્ષગાંઠ છે! દરરોજ હું મારા સ્ટાર્સનો આભાર માનું છું કે મેં તમને મારા જીવન સાથી તરીકે મળ્યા. મારા જીવનના શ્રેષ્ઠ 7 વર્ષ માટે આભાર. હંસી, ઝનૂન, લાંબી વાતો, સંગીત,મુસાફરી, લોંગ ડ્રાઈવ અને સૌથી અગત્યનું આપણો વાયુ. લવ યુ માય ડાર્લિંગ.. હું હંમેશા તારી ગર્લફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ અને વાઈફ રહીશ, તારી સાથેનો દરેક દિવસ ખરેખર અદ્ભુત હોય છે’.