અનિલ કપૂરને માઈનસ 110 ડિગ્રીમાં વર્કઆઉટ કરતા જોઇને પ્રશંસકો દંગ, અભિનેતાના સાહસના કર્યા ભરપૂર વખાણ, જુઓ વીડિયો

Anil Kapoor Workout : અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. જેમાં તે માઈનસ ટેમ્પરેચરવાળા રૂમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે.

Written by mansi bhuva
Updated : April 10, 2023 15:46 IST
અનિલ કપૂરને માઈનસ 110 ડિગ્રીમાં વર્કઆઉટ કરતા જોઇને પ્રશંસકો દંગ, અભિનેતાના સાહસના કર્યા ભરપૂર વખાણ, જુઓ વીડિયો
અનિલ કપૂર ફાઇલ તસવીર

Anil Kapoor Workout : બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર ( પોતાની શાનદાર એક્ટિંગથી લાખો લોકોના દિલો પર રાજ કરે છે. અનિલ કપૂર આજે પણ યંગસ્ટર્સને સ્પર્ધા આપે તેવો લૂક અને ફિટનેસ ધરાવે છે. એક્ટર 66 વર્ષના થઇ ચૂક્યાં છે. પરંતુ તેમને જોતા એવું બિલકુલ ના લાગે કે તે ઉંમરો એક તબક્કો પાર કરી ચૂક્યા છે. આ ઉંમરે પણ તે એટલા ફિટ છે કે તેની તંદુરસ્તી બધાને ચોંકાવી દે છે. ખરેખર તો અભિનેતાને જોઇને તેમની ઉંમરો અંદજો બિલકુલ લગાવી શકાય નહીં. અનિલ કપૂર હાલ માઈનસ 110 ડિગ્રીમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. જેને પગલે તે ફરી ચર્ચામાં છે.

અનિલ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. જેમાં તે માઈનસ ટેમ્પરેચરવાળા રૂમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. પહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, તે રૂમમાંથી બહાર આવે છે. તે જ સમયે તેણે ફક્ત શોર્ટ્સ પહેરી છે અને માસ્ક પહેરેલો જોવા મળે છે.

જ્યારે બીજા વીડિયોની વાત કરીએ તો તે કોલ્ડ રૂમમાં કસરત કરતો જોવા મળી રહ્યો છે. રૂમમાં માઈનસ ‘110 ડિગ્રી’ લખેલું દેખાય છે. અનિલ કપૂરના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. તેણે વિડિયોને કેપ્શન આપ્યું, “40 મેં તોફાની કા સમય આ ગયા હૈ. યે 60 મેં સેક્સી હોને કા સમય હૈ. ફાઇટર મોડ ઓન છે.”

ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન માસ્ક પહેરીને ટ્રેડમિલ પર દોડતા પહેલા તેણે જે વીડિયો શેર કર્યો હતો તેણે પણ બધાને ચોંકાવી દીધા હતા. તે વીડિયો જોઇને બધા તેની ફિટનેસના ભરપૂર વખાણ કરી રહ્યા હતી. જો કે તે છેલ્લા બે વખતથી તેના વીડિયોને જે કેપ્શન આપી રહ્યો છે, “ફાઇટર મોડ ઓન” તેના પરથી સ્પષ્ટ થાય છે કે તે તેની આગામી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે, તે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ફાઈટરમાં જોવા મળવાનો છે.

આ પણ વાંચો: નવાઝુદ્દીન સિદ્ધીકી અને ઉર્વશી રૌતેલાને ગેરમાર્ગે દોરતી જાહેરખબરોને પગલે નોટિસ ફટકારઇ, જાણો સમગ્ર મામલો

અનિલ કપૂરની વધુ એક ખાસિયત છે કે તે હજુ પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. થોડા સમય પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર ધ નાઇટ મેનેજર રિલીઝ થઇ હતી. જેમાં તેનો દમદાર જલવો જોવા મળી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ