Arbaaz Khan And Sshura Khan: ખાન પરિવારમાં ફરી એકવાર ખુશીનો માહોલ છે. પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક અરબાઝ ખાન પિતા બન્યા છે. તેમની બીજી પત્ની શૂરા ખાન એક પુત્રીને જન્મ આપ્યો છે. ગઈકાલે જ આ દંપતીને હોસ્પિટલમાં પહોંચતા જોવામાં આવ્યું હતું, અને હવે આ દંપતીએ આખરે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. ખાન પરિવારમાંથી કોઈએ ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા નથી પરંતુ મીડિયા અહેવાલો દર્શાવે છે કે શૂરાએ પુત્રીને જન્મ આપ્યો છે.
જૂનમાં ગર્ભાવસ્થાની જાહેરાત
શૂરા ખાનની ગર્ભાવસ્થા વિશે ઘણી વખત અહેવાલો સામે આવ્યા હતા પરંતુ તેણી કે અરબાઝ ખાને તેમના પર પ્રતિક્રિયા આપી ન હતી. બાદમાં જ્યારે શૂરાનો બેબી બમ્પ દેખાયો ત્યારે અભિનેતાએ જૂનમાં તેની પત્નીના ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ કરી. તેણે તે સમયે પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.
અરબાઝ ખાન બીજી વાર પિતા બન્યો
નોંધનીય છે કે શૂરા ખાન એક્ટર અરબાઝની બીજી પત્ની છે. આ અભિનેતાએ પહેલા 1998 માં અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. જોકે 2017 માં તેમના છૂટાછેડા થઈ ગયા. મલાઈકા અને અરબાઝને એક પુત્ર અરહાન છે, જેનો જન્મ 2002 માં થયો હતો. હવે 58 વર્ષની ઉંમરે અભિનેતા બીજી વાર પિતા બન્યો છે.
આ પણ વાંચો: દાર્જિલિંગમાં ભારે વરસાદથી તબાહી, બાલસન નદી પરનો પુલ તૂટ્યો, 14 લોકોના મોત
શૂરા સાથે એક ફિલ્મના સેટ પર મુલાકાત થઈ
અરબાઝ ખાને ઘણી વાર પોતાની અને શૂરા વચ્ચેની પહેલી મુલાકાત વિશે વાત કરી છે. તેઓ પહેલી વાર ફિલ્મ “પટના શુક્લા” ના સેટ પર મળ્યા હતા અને ત્યાંથી જ તેઓ ડેટિંગ કરવા લાગ્યા. ત્યારબાદ તેઓએ 2023 માં લગ્ન કર્યા. લગ્નમાં પરિવારના થોડા સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. શૂરા વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે.