બોલીવુડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાને પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. 5 ઓક્ટોબરના રોજ અરબાઝની બીજી પત્ની શૂરા ખાને એક સુંદર દીકરીને જન્મ આપ્યો. શૂરા પોતાની દીકરી સાથે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહી. આજે બુધવારે અરબાઝ પોતાની નાની પરી અને પત્નીને ઘરે લઈ ગયો, જ્યાં સમગ્ર ખાન પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
અરબાઝ ખાનની દીકરીનું નામ
ઘરે પહોંચ્યા પછી દંપતીએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી શેર કરી અને પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. દંપતીએ પોસ્ટ શેર કરીને લખ્યું, “અલહમદુલિલ્લાહ.” પોસ્ટમાં તેમણે પોતાની દીકરીનું નામ જાહેર કર્યું અને કહ્યું કે તેઓ તેને “સિપારા ખાન” કહીને બોલાવશે.
“સિપારા” નો અર્થ
“સિપારા” નામનો અર્થ સુંદર થાય છે. તે કુરાનના ત્રીસ ભાગોમાંથી એકનો ઉલ્લેખ કરે છે, જેને ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કેટલીક રીતે તેનો અર્થ “સુંદર” અથવા “પ્રિય” પણ થાય છે.
ચાહકોને આ નામ ખૂબ ગમ્યું
અરબાઝ અને શૂરાના ચાહકોએ આ નામને ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ ગણાવ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપી રહ્યા છે. સલમાન ખાનના ચાહકો પહેલાથી જ સિપારાને “ખાન પરિવારની નાની પરી” કહી રહ્યા છે.
આ પણ વાંચો: ઝુબીન ગર્ગ મોત મામલે મોટો ખુલાસો, પિતરાઇ ભાઇ અને પોલીસ અધિકારીની ધરપકડ
બંનેના લગ્ન ક્યારે થયા?
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ 2017 માં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. અરબાઝે તેની પહેલી પત્નીથી અલગ થયાના છ વર્ષ પછી શૂરા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના બે વર્ષ પછી શૂરાએ એક પુત્રીને જન્મ આપ્યો છે.