/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Aamir-khan-58.jpg)
સિંગર અરિજીત સિંહ ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે.
સિંગર અરિજીત સિંહ સંબંઘિત મોટા સમાચાર સામે આવ્યાં છે. અરિજીત સિંહ ઔરંગાબાદમાં લાઇવ પર્ફોમ આપતા સમયે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. શો દરમિયાન એક ચાહકે કથિત રીતે ગાયકને ખેંચવાનો પ્રયાસ કર્યો, જેનાથી તે ઘાયલ થયો હોવાનું કારણભૂત છે. સ્ત્રોત મુજબ અરિજિત ચાહકો સાથે વાતચીત કરી રહ્યો હતો, જ્યારે એક ચાહકે તેને ખેંચવાનો પ્રયાસ કર્યો. ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અરિજીત ફેન્સ સાથે વાત કરતો જોવા મળે છે.
Arijit Singh 😱🥺🥺🥺🥺#Arijitsingh#Arijitsinghlivepic.twitter.com/HtIATeXuEY
— Vipin Prajapati (@VipinPr50356954) May 8, 2023
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અરિજીતને એમ કહેતા સાંભળી શકાય છે કે, તમારે આ સમજવું પડશે. મારી વાત સાંભળો, બોલશો નહીં. તમે મજા કરી રહ્યા હતા, તે સારું છે, પરંતુ જો હું પરફોર્મ ન કરી શકું તો તમે કેવી રીતે મજા કરશો? તમે પુખ્ત અને પરિપક્વ વ્યક્તિ છો ને? તમે મારો હાથ કેમ ખેંચ્યો મારો હાથ હવે ધ્રૂજી રહ્યો છે. શું હું જઈશ?" જ્યારે અરિજીતે પૂછ્યું "મારે જવું જોઈએ?" અરિજીતને આકસ્મિક રીતે ઇજા પહોંચાડનાર મહિલાએ ગાયકની ઘણી વખત માફી માંગી.
ઈન્ટરનેટ પર વાયરલ અન્ય એક વીડિયોમાં અરિજીત તેના હાથ પર ક્રેપ બેન્ડેજ બાંધેલો જોઈ શકાય છે. સિંગર સાથે આ ઘટના બની ત્યાં સુધી અરિજીત સારો સમય પસાર કરી રહ્યો હતો. એક વીડિયોમાં ગાયક તેના ચાહકોને પોપકોર્ન ઓફર કરતો જોવા મળ્યો હતો.
અરિજીત હાલમાં દેશવ્યાપી પ્રવાસ પર છે અને તે દિલ્હી, કોલકાતા અને અમદાવાદ જેવા શહેરોમાં પરફોર્મ કરી ચૂક્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us