scorecardresearch

સોનમ કપૂરના લગ્નને 5 વર્ષ પૂર્ણ, અભિનેત્રીએ શેર કરી પતિ આનંદ સાથેની રોમેન્ટિક તસવીરો, પુત્ર વાયુની પણ ખાસ ઝલક બતાવી

Sonam Kapoor: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે 5મી વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સુંદર કેપ્શન આપ્યું છે.

sonam kapoor celebrate 5th wedding anniversary
સોનમ કપૂરના લગ્નને 5 વર્ષ પૂર્ણ

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાની જોડી લોકોને ખુબ પસંદ છે. સોનમ કપૂર અને આનંદ આહુજા આજે 8 મેના રોજ તેમના લગ્નની પાંચમી વર્ષગાંઠ ઉજવી છે. આ ખાસ અવસર પર સોનમ કપૂરે તેના પતિ આનંદ આહુજાને શુભેચ્છા પાઠવતા કેટલીક તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે. આવો એક નજર કરીએ આ રોમેન્ટિક તસવીરો…

સોનમ કપૂરે આ ફોટા શેર કર્યા અને લખ્યું, ‘આ અમારી વર્ષગાંઠ છે! દરરોજ હું મારા સ્ટાર્સનો આભાર માનું છું કે મેં તમને મારા જીવન સાથી તરીકે મળ્યા. મારા જીવનના શ્રેષ્ઠ 7 વર્ષ માટે આભાર. હંસી, ઝનૂન, લાંબી વાતો, સંગીત,મુસાફરી, લોંગ ડ્રાઈવ અને સૌથી અગત્યનું આપણો વાયુ. લવ યુ માય ડાર્લિંગ.. હું હંમેશા તારી ગર્લફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ અને વાઈફ રહીશ, તારી સાથેનો દરેક દિવસ ખરેખર અદ્ભુત હોય છે’.

સુનીતા કપૂરે તેની પુત્રી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજાની કેટલીક તસવીરો પણ શેર કરી અને લખ્યું, “હેપ્પી એનિવર્સરી!!! એકબીજા પ્રત્યેનો તમારો પ્રેમ તેજસ્વી રીતે ચમકતો રહે ❤️❤️ તમે પ્રેમ અને ખુશીઓ, આશાઓ અને સપનાઓથી ભરેલી યાદો બનાવવાનું ચાલુ રાખો ❤️❤️ તમને ખૂબ પ્રેમ કરો.

સોનમ કપૂર પોતાની ફેશન સેંસને લઇને ઓળખાય છે. હમણાં જ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં સોનમ કપૂરે હાજરી આપી હતી. આ ફંકશન એક વિશાળ ઈવેન્ટ હતું, જેમાં અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ તેમની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. કિંગ ચાર્લ્સના ઐતિહાસિક રાજ્યાભિષેકના એક દિવસ પછી, રવિવાર, મે 7 ના રોજ ટોમ ક્રૂઝ અને પુસીકેટ ડોલ્સના નિકોલ શેર્ઝિંગર પણ વિન્ડસર કેસલ ખાતે રાજ્યાભિષેક સમારોહમાં હાજર થયા હતા. આ દરમિયાન સોનમ કપૂરે સમારોહમાં આપેલું એક ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેની લોકો મજાક ઉડાવી રહ્યા છે.

સોનમ કપૂરની માતા સુનીતા કપૂરે પણ આ ભાષણનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોની શરૂઆત સોનમ કપૂર ‘નમસ્તે’થી કરે છે, જેના વખાણ બધા કરી રહ્યા છે. અભિનેત્રી આગળ કહે છે, ‘આપણો કોમનવેલ્થ એક સંઘ છે. આપણે બધા મળીને દુનિયાના એક તૃતીયાંશ લોકો છીએ, વિશ્વના મહાસાગરોનો એક તૃતીયાંશ ભાગ છીએ, વિશ્વની એક ચતુર્થાંશ જમીન છીએ. આપણામાંથી દરેક વ્યક્તિ વિશેષ છે. અમે સારુ ભવિષ્ય બનાવવા માટે સક્ષમ છીએ જ્યાં દરેકનો અવાજ સાંભળવામાં આવે છે.’

આ પણ વાંચો: નાગા ચૈતન્યએ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાને લઇને કર્યો મોટો ખુલાસો, આમિર ખાન અંગે કહી આ મોટી વાત

સોનમની આ સ્પીચમાં યુઝર્સને ખાસ કંઇ સમજાયુ નથી અને સોનમના આ વીડિયોની સોશિયલ મીડિયા પર જોરદાર મજાક કરવામાં આવી રહી છે. યુઝર્સ કોમેન્ટ કરતી વખતે લખે છે કે, ‘તે પણ જાણે છે કે તે શું બોલી રહી છે.

Web Title: Sonam kapoor celebrate 5th wedding anniversary with husband anand ahuja photos

Best of Express