scorecardresearch

નાગા ચૈતન્યએ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાને લઇને કર્યો મોટો ખુલાસો, આમિર ખાન અંગે કહી આ મોટી વાત

Naga Chaitanya: સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનનો પુત્ર નાગા ચૈતન્યએ તાજેતરમાં તેને લાલ સિંહ ચઢ્ઢામાં કામ કરવા પાછળનું કારણ અને ફિલ્મ ફ્લોપ જવા અંગે વિસતૃત વાત કરી હતી.

Naga Chaitanya on laal singh chaddha flop
નાગા ચૈતન્યએ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાને લઇને કર્યો મોટો ખુલાસો

સાઉથ ફિલ્મોના મશહૂર એક્ટર નાગા ચૈતન્ય આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કસ્ટડી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન નાગા ચૈતન્યએ પોતાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા વિશે તેમજ આખરે તે ‘લાલ સિંહ ચઢ્ઢા’નો ભાગ કેમ બન્યો તે અંગે વિશેષ વાત કરી હતી. જેને પગલે સમાચારમાં છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં નાગા ચૈતન્યએ ખુલાસો કર્યો હતો કે, આ પ્રોજેક્ટ કરવા પાછળનું મુખ્ય કારણ આમિર ખાન સાથે મુસાફરી કરવાનું હતું. અભિનેતાએ કહ્યું, ‘એક અભિનેતા તરીકે, તે હંમેશા બોલિવૂડના સુપરસ્ટાર્સ પાસેથી શીખવાની તક ઇચ્છતો હતો. તેથી જ મેં આ ફિલ્મ સાઈન કરી છે. જોકે, તેની સાથે 5-6 મહિના કામ કરવું પડ્યું. આ એક એક એવી સ્ક્રિપ્ટ છે જેની સાથે તે અંગત રીતે જોડાયેલો છે.

વધુમાં નાગા ચૈતન્યએ ખુલાસો કર્યો કે, આમિર જે રીતે કામ કરી રહ્યો હતો તેમાં ઘણી ઇમાનદારી હતી. આ સફરમાં મેં માત્ર તેમનુ અનુસરણ જ કર્યું છે અને તેને તેનો કોઈ અફસોસ નથી. નાગા ચૈતન્યએ એમ પણ કહ્યું હતું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ફિલ્મ ચાલી નહીં, પરંતુ તેમાં કામ કર્યા પછી, તે વ્યવસાયિક અને વ્યક્તિગત રીતે વધુ સમજદાર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો હતો. તેનું માનવું હતું કે આ બધું આમિર ખાનની શીખને કારણે છે. ચૈતન્યએ કહ્યું કે તે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરવાને ‘ભવિષ્ય માટેના રોકાણ’ તરીકે જુએ છે.

આ પણ વાંચો: અક્ષય કુમારે રવીના ટંડનને બ્રેક અપના વર્ષો બાદ કર્યું આલિંગન, બંનેને સાથે જોઈ ફેન્સે ખુશી વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિન્દી રિમેક હતી. હોલીવુડની આ ફિલ્મમાં અભિનેતા ટોમ હેન્ક્સ મુખ્ય ભૂમિકામાં હતા. ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પહેલા જ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી અને તે થિયેટરોમાં દસ્તક આપ્યા બાદ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

Web Title: Naga chaitanya on laal singh chaddha flop statement

Best of Express