2023નું લોકોએ દિલ ખોલીને ઉત્સાહભેર સ્વાગત કર્યું છે. એ જ ઉમળકા સાથે લોકો હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઇ સારી ફિલ્મ બને એની પણ આતુરતાથી વાટ જોઇ રહ્યા છે. પરંતુ બોલિવૂડ ઠંડુ પડી ગયું હોય તેવું લાગી રહ્યુ છે. અર્જુન કપૂર અને તબ્બુની નવી ફિલ્મ ‘કુત્તે ‘ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફેકાઈ ગઇ છે. તો અહીં બીજી બાજુ સાઉથની ‘વારિસુ’ પણ કોઈ સારો બિઝનેસ કરી શકી નથી.
‘કુત્તે’ અને ‘વારિસૂ’ ની સરખામણીએ ‘થુનિવુ’ એ સારી કમાણી કરી
નવા વર્ષમાં બોલિવૂડની પહેલી ફિલ્મ ‘કુત્તે’ મુવી બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. પરંતુ બોક્સ ઓફિસ પર અર્જૂન કપુર અને તબુ પોતાનો જાદુ ચલાવી ના શક્યા. ઉલ્લેખનીય છે કે, તબુએ આ ફિલ્મમાં સરાહનીય એક્ટિંગ કરી છે પણ કૂત્તે ફિલ્મને ડૂબતા બચાવી શકી નહીં. પ્રાપ્ત વિગત અનુસાર, ‘કુત્તે’ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં માંડ 4.15 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે. તો આ બાજુ સાઉથ સ્ટાર અજિતકુમારની ‘થુનીવુ’ એ તેની થોડી-ઘણી ઈજ્જત બચાવી છે.
‘થુનીવુ’ ફિલ્મ પોંગલના તહેવાર નિમિત્તે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે માત્ર આઠ જ દિવસમાં 94.15 કરોડની કમાણી કરી લીધી છે. ‘કુત્તે’ અને ‘વારિસૂ’ ની સરખામણીએ અજીતની ફિલ્મ થુનિવુ એ સારી કમાણી કરી રહી લીધી છે.
આ પણ વાંચો: નોરા ફતેહી પર સુકેશ ચંદ્રશેખરે લગાવ્યા ગંભીર આરોપ, ‘તે જેકલીનથી જેલસ હતી’…
બોલિવૂડની તમામ આશાઓ હવે ‘પઠાણ’ પર
નવા વર્ષમાં બોલિવૂડમાં બધાને હવે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ પર ઘણી આશા બંધાયેલી છે. જો ‘પઠાણ’ ને સફળતા મળે તો જ બોલિવૂડ પર છવાયેલા કાળા વાદળો હટી શકે તેમ છે. એવું પણ બાતમી છે કે ‘પઠાણ’ ફિલ્મ જ બોલિવૂડની ડૂબતી નાવને બચાવી શકે તેમ છે. અત્યાર સુધીમાં થયેલા એડવાન્સ પ્રી-બુકિંગના રિપોર્ટ મુજબ આ ફિલ્મે પહેલા દિવસે આશરે 14 કરોડનો બિઝનેસ કરી શકે તેવો અંદાજ છે. એક અહેવાલ મુજબ ‘પઠાણ’ ની કમાઈ સાઉથની બ્લોકબસ્ટર હિટ KGF2 ને ટક્કર આપશે.