કોનમેન સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) છેતરપિંડીના કેસમાં જેલના સળિયા પાછળ કેદ છે. ત્યારે આ કેસ સંબંધિત અત્યાર સુધીમાં ઘણા એવા ચોંકાવનારા ખુલાસા થયા છે, જે આ કેસને નવો વળાંક આપી રહ્યો છે. સુકેશ સાથે આ કેસને લઇને બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહીની સતત પૂછતાછ થઇ રહી છે.
મળતી માહિતી અનુસાર તાજેતરમાં સુકેશે તેના વકીલના માધ્યમથી એક પત્ર લખ્યો હતો. જેમાં સુકેશે નોરા ફતેહી અને જેકલીન વચ્ચે ચાલતા વિવાદો અંગે મોટા ખુલાસા કર્યા છે.
ઠગી સુકેશે ખુલાસો કર્યો છે કે, નોરા ઇચ્છતી હતી કે, હું જેકલીનને છોડી દઉં. નોરા દિવસમાં દસ વખત ફોન કરતી હતી અને મેં ઇન્કાર કર્યો હોવા છતાં તે મને ફોન કરીને પરેશાન કરતી હતી. આ સાથે સુકેશ એ પણ દાવો કર્યો હતો કે, નોરાએ EWO સામે તેનું નિવેદન બદલ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુકેશે તેની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જેકલીન અને તેના સંબંધ સારા હતા. જેને પગલે નોરા ફતેહી હંમેશા જેકલીનથી જેલસ થતી હતી અને જેકલીન વિરૂદ્ધ હંમેશા મને ભડકાવવાનો પ્રયાસ કરતી હતી. તેમજ નોરા દિવસમાં દસ વખત કોલ કરતી હતી, જો કોલને આન્સર ના આપીએ ત્યાં સુધી કરતી રહેતી હતી. ઉપરાંત મારા પર ફોન કરવાને લઇે દબાણ કરતી હતી.
આ પણ વાંંચો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આઇપીએલ પછી ક્રિકેટરોને આપશે શાનદાર પાર્ટી
સુકેશે નોરા ફતેહી પર લગાવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમજ તેણે નોરા પર ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, તેણે ED અને EOW સામે અલગ અલગ નિવેદન આપ્યું છે. નોરાએ પૂછતાજમાં એ પણ ખોટું બોલ્યું હતું કે, તે મારી પાસેથી કાર લેવા માંગતી ન હતી, જો કે તેની આ વાતમાં કોઇ દમ નથી તેની આ વાત તદન ખોટી તેવો સુકેશે દાવો કર્યો હતો.
આ ઉપરાંત સુકેશે પૂછતાજમાં એ પણ ઘટસ્ફોટ કર્યો હતો કે, જ્યારે તેની મારી સાથે મુલાકાત થઇ હતી ત્યારે તેની પાસે સાધારણ કાર હતી, જેને બદલવા માટે મારી પાછળ પડી હતી. જેને પગલે મેં તેને BMWની એક સીરિઝ ગિફ્ટ આપી હતી. આ સિવાય નોરા બેગ અને જ્વેલરીની પણ પિકચર્સ મોકલતી રહેતી હતી અને મેં તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી છે. સુકેશે કહ્યું કે, એક બેગની કિંમત તો 2 કરોડ રૂપિયાથી વધુ હતી.
આ પણ વાંંચો: વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ‘Untouchables’ સ્ત્રીઓ માટે અરીસો
નોરા કહ્યું હતું કે, ચંદ્રશેખરે એક ફિલ્મને લઈને તેનો સંપર્ક કર્યો હતો. નોરા ફતેહી એ પણ કહ્યું કે તેણે ન તો સુકેશ સાથે વાત કરી છે અને ન તો તે ક્યારેય તેને મળી છે. નોરાએ 13 જાન્યુઆરીએ કોર્ટમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશની પત્ની લીના મારિયાએ ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમને લઇને તેનો સંપર્ક કર્યો હતો.