OTT Web Series: ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે વાત કરીએ તો આજે સિનેમાઘરો ખાલીખમ પડ્યા છે, કારણ કે આજે વેબ સીરિઝ અને ઓટીટીનો લોકોમાં ક્રેઝ છે. આજે એક એવી વેબ સીરિઝ લઇને આવી છું જે તમે નહીં જોઇ તો કંઇ નથી જોયું બરારબર કહેવાય. જી હાં! હું વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ‘Untouchables’ ખાસ સ્ત્રીઓને જોવી જોઇએ. આ વેબ સીરિઝ સાચી ઘટના પર આધારિત છે. જેમાં વિક્રમ ભટ્ટ પોતે મહત્વના કિરદારમાં નજર આવે છે. આ વેબ સીરિઝ તમે ‘Jio Cinema’ પર આરામદાયક રીતે જોઇ શકો છો.
વિક્રમ ભટ્ટની આ વેબ સીરિઝ એક કોર્ટરૂમ ડ્રામા તેમજ સાચી ઘટનાથી પ્રેરિત છે. આ આખી વેબ સીરિઝ એક છોકરી પર નિર્ભર છે. જેનું પાત્ર શ્રીજિતા ડે નિભાવે છે. કિરદારનું નામ નતાશા છે, જે મેડિકલની વિધાર્થી હોય છે. પરંતુ તે લાચારી અને મજબૂરીને પગલે વ્યાપારમાં પડી જાય છે. આ દરમિયાન તેને એક અમીર વ્યક્તિના મર્ડર કેસમાં ફસાવવામાં આવે છે.
પ્રાપ્ત વિગત અનુસાર, આ વેબ સીરિઝ અમાંજા નોક્સના નામે એક અમેરિકી લેખક અને કાર્યકર્તાના વાસ્તવિક જીવન પર બનાવવામાં આવી છે. જેને ખોટી સજા થવાના કારણે 4 વર્ષ સુધી જેલવાસ ભોગવવો પડે છે.આ વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણા ભટ્ટે આ વેબ સીરિઝને ડાયેક્ટ કરી છે. આ વેબ સીરિઝના અડધો કલાકના કુલ 10 એપિસોડ છે. જેમાં નતાશા અને આકાશના સંધર્ષને બતાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: RRRના દિગ્દર્શક રાજામૌલી અને અવતાર 2ના ડાયરેક્ટર એકસાથે મચાવશે ધમાલ?
વિક્રમ ભટ્ટની આ વેબ સીરિઝની કહાની ઘણી મહિલાઓ માટે શબક છે કે આ સમાજમાં ખુદને કેવી રીતે ખોટા લોકોથી સુરક્ષિત થઇને આગળ વધવું. આ સાથે મુશ્કેલીભર્યા સમયમાં સાચા-ખોટાનો નિર્ણય લેવાની સમજ કેળવવી. આ વેબ સીરિઝની કહાની ખુબ જ રોમાચિંત છે. જેને તમારે જરૂરથી જોવી જોઇએ.