સાઉથની સુપરહિટ ફિલ્મ આરઆરઆર (RRR)ના ડાયરેક્ટર એસએસ રાજામૌલી અને અવતાર (Avatar-2)ના દિગ્દર્શક જેમ્સ કૈમરૂન સંબંધિત મોટા સમાચાર પ્રત્યક્ષ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બંને દિગ્દર્શકોની ફિલ્મોએ કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા છે. તેમજ RRRની પ્રસિદ્ધી અંગે વાત કરીએ તો તેને તાજેતરમાં જ બેસ્ટ ફોરેન લેંગવેજ એવોર્ડ તેમજ ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ત્યારે હોલિવૂડના ડાયરેક્ટર જેમ્સ કેમરૂનને પણ RRR ખુબ પસંદ આવી છે.
જેમ્સ કેમરૂને એસએસ રાજામૌલી સાથે ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે, તેણે બેવાર આરઆરઆર (RRR) જોઇ છે. મળતી માહિતી અનુસાર, કૈમરૂને ફિલ્મ જોયા બાદ ફિલ્મ સાથે એસએસ રાજામૌલીના વિઝન, જીનિયસ સ્ટોરીટેલિંગ તેમજ તેના દ્વારા રચાયેલા તમામ કિરદારોની પણ ખુબ પ્રશંસા કરી હતી. જેમ્સે કહ્યું હતું કે, “તમારી ફિલ્મમાં કિરદારોને માણવા એ એક અહેસાસ છે. આ સાથે તેમણે કહ્યું હતુ કે, તમારી ફિલ્મોના સેટઅપ, આગ, પાણી, કહાની એક બાદ એક જે ખુલાસા થાય છે તમામ અદભૂત છે. આ પછી પાત્રો જે કરી રહ્યા છે તેમની બેકસ્ટોરી પર આગળ વધવુ, ટ્વિસ્ટ, ટર્ન અને મિત્રતા. આ ખુબ પાવરફુલ છે”.
વધુમાં કૈમરૂને જણાવ્યું હતું કે, “મને એ હકીકતથી પ્રેમ છે જે તમામ વસ્તુઓને તમે ફિલ્મમાં સાથે બતાવ્યું, આ એક ફુલ શો છે, જે મને ખુબ પસંદ છે. હું માત્ર એ ગર્વ અને પાવરની કલ્પના જ માત્ર કરી શકું છું, જે તમારા દેશ અને દેશના દર્શકોને મહેસૂસ થાય છે”.
મળતી માહિતી મુજબ કૈમરૂન સાથે તેની પત્નીએ પણ RRRને બે વાર જોઇ છે. અવતાર અને ટાઇટેનિકના નિર્દેશકએ એક આંતરાષ્ટ્રીય ફિલ્મ પર એસએસ રાજામૌલી સાથે ભાગીદારીનું પણ આમંત્રણ આપ્યું છે. નિર્દેશક જેમ્સ કૈમરૂને કહ્યું હતું કે, “જો તમે ક્યારેય આ ફિલ્મ બનાવવા ઇચ્છતા હોય તો આ અંગે વાત કરીએ”. મહત્વનું છે કે, આરઆરઆરએ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર રૂપિયા 1,200 કરોડ આસપાસ વેપાર કર્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મોમાંથી એક બની ગઇ છે.