scorecardresearch

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આઇપીએલ પછી ક્રિકેટરોને આપશે શાનદાર પાર્ટી

Athiya shetty-KL Rahul Marriage: અથિયા શેટ્ટીના (Athiya shetty) પિતા સુનીલ શેટ્ટીએ (Sunil shetty) દીકરીના લગ્નની જાહેરાત કરી હતી. સુનિલ શેટ્ટીના ઘરે ટુંક સમયમાં લગ્નની શરણાઇ વાગશે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આઇપીએલ પછી ક્રિકેટરોને આપશે શાનદાર પાર્ટી
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ભવ્ય લગ્ન

બોલિવૂડ અને ક્રિકેટના કોમ્બિનેશનથી બનેલા અન્ય એક કપલ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ (Athiya shetty KR rahul) ના લગ્ન ફરી ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી આ કપલના લગ્ન સંબંધિત એવી અટકળો તેજ છે કે તેઓ સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં ટૂંક સમયમાં લગ્ન કરશે. આ વચ્ચે હવે તેમના લગ્નને લઇને મોટા સમાચાર મળ્યા છે. આથિયા અને ક્રિકેટર રાહુલ શેટ્ટીના આગામી તા. 23 જાન્યુઆરીએ સાત ફેરા લેશે અને જન્મોજન્મ માટે એકબીજાનો સંગાથ પાક્કો કરી લેશે.

મળતી માહિતી અનુસાર, ક્રિકેટરો માટે શાનદાર પાર્ટીનું આયોજન આઇપીએલ મેચ પછી કરવામાં આવશે. જોકે આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

હાલ ક્રિકેટરો ભારત વર્સીસ ન્યુઝીલેન્ડની મેચ રમવામાં વ્યસ્ત છે. તેથી તેઓ કેએલ રાહુલના લગ્નમાં હાજરી આપી શકે એમ નથી. આથિયા અને રાહુલના એક કોમન મિત્રે જણાવ્યું હતુ કે, આઇપીએલ પુરી થયા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટર્સ માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

કહેવાય છે કે, 21 જાન્યુઆરીથી લગ્નની વિધીઓની શરૂઆત થઇ ગઇ છે અને વેડિંગ વેન્યુમાં પાપારાત્ઝી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આથિયા કેએલ રાહુલ સાથે ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂરમાં પણ જતી હતી. બન્ને ઘણા સમયથી પોતાના લગ્નને લઇને ચર્ચામાં હતા. જોકે હજી પણ બન્નેમાંથી એક પોતાના લગ્ન વિશે મૌન જ રહ્યા છે.

આ પણ વાંચો: વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ‘Untouchables’ સ્ત્રીઓ માટે અરીસો

બોલિવૂડમાંથી સલમાન ખાન, અક્ષય કુમાર, જેકી શ્રોફ સહિતના સ્ટાર્સ હાજર રહે તેવી સંભાવના છે. બીજી બાજુ ક્રિકેટ વિશ્વમાંથી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને નોતરાં મોકલાયાની વિગતો પ્રાપ્ત થઇ છે. મુંબઈમાં રાહુલની બિલ્ડિંગને ડેકોરેશન કરવામાં આવ્યું છે. જોકે, સ્ટાફના દાવા અનુસાર બંનેના પરિવારજનો અત્યારથી જ ખંડાલા પહોંચવા લાગ્યાં છે.

આથિયા અને કેએલ રાહુલની પ્રેમ ગાથા અંગે વાત કરીએ તો મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી. જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી. જ્યારે સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા કરવા લાગ્યા ત્યારે કપલ વચ્ચે રિલેનશીપ હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: RRRના દિગ્દર્શક રાજામૌલી અને અવતાર 2ના ડાયરેક્ટર એકસાથે મચાવશે ધમાલ?

વર્ષ 2021માં જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રવાના થયો તો આથિયા પણ તેમની સાથે ગઇ હતી. જોકે આ વાતને લઇ બંનેએ કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ આથિયા અને રાહુલની તસવીરોએ ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. મહત્વનું છે કે, કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી. હાલ રાહુલ ટી20 વલર્ડ કપમાં વ્યસ્ત છે. ભારતની આગલી મેચ 6 નવેમ્બરના રોજ ઝિમબાબ્વે સામે મેલબર્નમાં રમાશે

Web Title: Athiya shetty and kl rahul wedding date photos latest news