Arjun kapoor and Malaika Arora Split, Kusha Kapila Reacts : બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચે બ્રેકઅપ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આમ થવા પાછળનું કારણ પણ છે. અર્જુન કપૂર હાલમાં ઇંફ્લ્યુએન્સર અભિનેત્રી કુશા કપિલા સાથે ડેટ કરી રહ્યો હોવાની ખબર પણ સામે આવી રહી છે.
બોલીવૂડમાં પતિ પત્ની ઓર વો માત્ર રિલમાં જ નહીં રિયલમાં પણ જોવા મળે છે. બોલીવુડમાં લવ બર્ડ કપલ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચે બ્રેકઅપ થયાની વાતો થઇ રહી છે. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પાગલ હતા અને ખુલ્લેઆમ પ્રેમનો એકરાર પણ કરતા હતા. પરંતુ કોઇ કારણોસર પ્રેમમાં દરાર પડી છે.
મલાઇકા અરોરા સાથે બ્રેકઅપ કર્યા બાદ અર્જુન કપૂર જાણીતી ઇંફ્લ્યુએન્સરથી અભિનેત્રી બનેલી કુશા કપિલા (Kusha Kapila) સાથે ડેટ કરી રહ્યો હોવાની ખબર છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે જેને લઇને મલાઇકા સાથેના બ્રેકઅપની વાતને કથિત રીતે સમર્થન મળી રહ્યું છે. જોકે આ અંગે બંનેમાંથી કોઇએ આ વાતને સમર્થન નથી આપ્યું.
અર્જુન કપૂર સાથે નામ જોડાતાં કુશા કપિલા ચર્ચામાં છે. કુશા કપિલાએ આ ખબરો સામે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા ઇંફ્લ્યુએન્સર કુશા કપિલાએ આ અંગે એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, રોજેરોજ પોતાના વિશે આવી વાતો સાંભળીને પોતાના નવેસરથી ઇંફ્લ્યુએન્સર થવું પડે છે. જ્યારે પણ હું આવા બકવાસ વાંચું છું, ત્યારે મને લાગે છે કે મારી મમ્મી આ બધું ન વાંચી લે. તમને જણાવી દઈએ કે કુશા કપિલા થોડા સમય પહેલા પતિ જોરાવર અહલુવાલિયાથી અલગ થઈ ગઈ છે. તે ટૂંક સમયમાં કુશા કપિલા ભૂમિ પેડનેકર સાથે ‘થેન્ક યુ ફોર કમિંગ’ કોમેડી ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો | મલાઇકા અરોરા, સારા અલી ખાન અને અનન્યા પાંડેનો જીમ આઉટફિટમાં હોટ લૂક, ફેન્સ થયા પાણી પાણી
અર્જૂન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રતિ સિંહની અપકમિંગ મૂવી
આગામા ફેસ્ટિવલ ટાઇમમાં અર્જૂન કપૂરની એક ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ છે મેરી પત્નિી કા રિમેક. આ ફિલ્મમાં અર્જૂન કપૂરની સાથે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રિતસિંહ પણ છે. અર્જૂનની ફિલ્મ રિલિઝ આગામી સમયમાં રિલિઝ થવાની છે ત્યારે મૂવીને લઇને લાઇમલાઇટમાં રહેવા માટેનો આ એક પેંતરો હોવાનું પણ મનાય છે.





